Xiaomiની ગોપનીયતા નીતિ

અમારી ગોપનીયતા નીતિ 4 સપ્ટેમ્બર 2019 નાં રોજ અપડેટ કરવામાં આવી હતી.

કૃપા કરીને અમારી ગોપનીયતા પ્રક્રિયાઓથી પરિચિત થવા માટે થોડો સમય ફાળવો અને તમને કોઈ પ્રશ્નો હોય તો અમને જણાવો.

અમારા વિશે

Xiaomi Singapore Pte. Ltd., Xiaomi Technology Netherlands B.V. અને Xiaomi ગ્રૂપ (અહીં જેનો હવે પછી "Xiaomi", "અમે", "અમારી" કે "અમારા" અથવા "અમારું" તરીકે ઉલ્લેખ કરવામાં આવશે)માંની તેની આનુષંગિક કંપનીઓ તમારી ગોપનીયતાને ખૂબ જ ગંભીરતાથી લે છે. આ ગોપનીયતા નીતિ, તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને તે મહત્વપૂર્ણ છે કે તમારી પાસે અમારી વ્યક્તિગત માહિતીના સંગ્રહ અને ઉપયોગની રીતની વ્યાપક સમજણ હોય, તેમજ અમે એ પણ સુનિશ્ચિત કરીએ છીએ કે Xiaomi ને આપવામાં આવેલી તમારી વ્યક્તિગત માહિતીનું નિયંત્રણ આખરે તમારી પાસે જ છે.

આ ગોપનીયતા નીતિ વિશે

સ્વતંત્ર ગોપનીયતા નીતિ પ્રદાન કરતા વિશિષ્ટ Xiaomi ઉત્પાદનો અથવા સેવાઓ સિવાય, આ ગોપનીયતા નીતિ તમામ Xiaomi ડિવાઇસ, વેબસાઇટ અથવા ઍપ્લિકેશન પર લાગુ થાય છે જેમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય અથવા લિંક સામેલ કરી હોય. આ ગોપનીયતા નીતિ સમજાવે છે કે, જ્યારે તમે વેબસાઇટ (https://www.mi.com, https://en.miui.com, https://account.xiaomi.com) પર સ્થિત અમારા ઉત્પાદનો અને સેવાઓ તથા અમારી ઍપ્લિકેશન કે જે અમે અમારા મોબાઇલ ડિવાઇસ પર પ્રદાન કરીએ તેનો ઉપયોગ કરતી વખતે તમે અમને આપો છો તેવી કોઈપણ માહિતી અથવા અમે તમારા તરફથી એકત્ર કરીએ છીએ તેવી માહિતીને Xiaomi કેવી રીતે એકત્રિત કરે છે, તેનો ઉપયોગ કેવી રીતે કરે છે, તેનું પ્રગટીકરણ કેવી રીતે કરે છે તથા કેવી રીતે તેની પ્રક્રિયા અને તેનું રક્ષણ કરે છે. જો Xiaomi ઉત્પાદન અલગ ગોપનીયતા નીતિ પ્રદાન કરે છે, તો અલગ ગોપનીયતા નીતિ પ્રાથમિક રીતે લાગુ થશે, જ્યારે આમાં સમાવેશ ન કરેલો ભાગ આ ગોપનીયતા નીતિની શરતોને આધીન રહેશે. વધુમાં, ચોક્કસ ઉત્પાદનો અને સેવાઓ દ્વારા તમારી વ્યક્તિગત માહિતીને એકત્રિત કરવાનું અને પ્રક્રિયા કરવાનું મોડેલ, સેવાનું વર્ઝન અથવા ક્ષેત્રના આધારે અલગ પણ હોઈ શકે છે. અમારી સલાહ છે કે વિગતો માટે તમે અલગ ગોપનીયતા નીતિનો સંદર્ભ લો.

આ ગોપનીયતા નીતિ હેઠળ, "વ્યક્તિગત માહિતી" નો અર્થ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે કોઈ વ્યક્તિની ઓળખ કરી શકાય તે માટે ઉપયોગમાં લઈ શકાય એવી માહિતી થાય છે અથવા તો ફક્ત તે માહિતીમાંથી અથવા Xiaomi પાસે જે વ્યક્તિ વિશેની માહિતીની ઍક્સેસ હોઈ તેવી અન્ય માહિતી સાથે સંકળાયેલ હોય તેવી માહિતી, સિવાય કે તે વિશેષ રૂપે તમારા ક્ષેત્રમાં લાગુ પડતા કાયદા દ્વારા પ્રદાન કરવામાં આવતી હોય. અમે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ ચુસ્તપણે ગોપનીયતા નીતિ અનુસાર કરીશું.

અમે કેવી રીતે તમારી મદદ કરી શકીએ

આખરે, અમે અમારા બધા વપરાશકર્તાઓ માટે સૌથી સારું જ ઈચ્છીએ છીએ. જો તમારા મનમાં આ ગોપનીયતા નીતિમાં સારાંશિત અમારી ડેટા વ્યવસ્થા પ્રણાલી અંગે કોઈપણ સમસ્યા હોય, તો કૃપા કરીને તમારી ચોક્કસ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે privacy@xiaomi.com નો સંપર્ક કરો. અમને તમારી પ્રતિક્રિયા જાણીને ખુશી થશે. જો તમારી ગોપનીયતા કે ડેટા વપરાશની સમસ્યાને સંબંધિત કોઈ સમસ્યાનો ઉકેલ ન આવ્યો હોય, કે જેને અમે સંતોષજનક રીતે ધ્યાનમાં લીધી ન હોય, તો કૃપા કરીને અમારા અમેરિકા સ્થિત ત્રાહિત પક્ષ વિવાદ સમાધાન પ્રદાતાનો https://feedback-form.truste.com/watchdog/request પર સંપર્ક કરો ( આ મફત છે).

TRUSTe

1 અમારા દ્વારા કઈ માહિતી એકત્રિત કરવામાં આવે છે અને અમે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ?

1 અમારા દ્વારા કઈ માહિતી એકત્રિત કરવામાં આવે છે

તમને અમારી સેવાઓ પ્રદાન કરવા માટે, અમે તમને એવી વ્યક્તિગત માહિતી પ્રદાન કરવાનું કહીશું જે તમને એ સેવાઓ પ્રદાન કરવા માટે જરૂરી હોય. અમે માત્ર તે જ માહિતી એકત્રિત કરીશું જે તેના નિર્દિષ્ટ, નક્કર, સ્પષ્ટ અને કાયદેસરના હેતુ માટે જરૂરી છે અને આ ઉદ્દેશ્યોની કોઈ અસંગત રીતથી તેની આગળની પ્રક્રિયા કરવામાં આવશે નહીં. અમે વિનંતી કરેલી માહિતી પ્રદાન કરવી કે નહીં તે પસંદ કરવાનો તમને અધિકાર છે, પરંતુ જો તમે તમારી વ્યક્તિગત માહિતી પ્રદાન કરતા નથી, તો મોટાભાગના કિસ્સાઓમાં એવું બની શકે કે અમે તમને અમારા ઉત્પાદનો અથવા સેવાઓ કે તમારા પ્રશ્નોના જવાબ પ્રદાન ન પણ કરી શકીએ.

તમે પસંદ કરો છો તે સેવાને આધારે, અમારા દ્વારા નીચેના પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવી શકે છે:

1.1.1 તમારા દ્વારા અમને પ્રદાન કરવામાં આવતી માહિતી:

તમારા દ્વારા પસંદ કરવામાં આવેલી સેવા માટે જરૂરી હોય તેવી કોઈપણ વ્યક્તિગત માહિતી અમારા દ્વારા એકત્રિત કરવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે mi.com રિટેલ સેવાઓનો ઉપયોગ કરો છો તો તમે તમારું નામ, મોબાઇલ ફોન નંબર, ઇમેઇલ એડ્રેસ, વિતરણનું સરનામું, ઑર્ડર, બિલની વિગતો, બેંક એકાઉન્ટ નંબર, એકાઉન્ટ ધારકનું નામ, ક્રેડિટ કાર્ડ નંબર અને અન્ય માહિતી પ્રદાન કરી શકો છો; જો તમે Xiaomi ક્લાઉડ સેવાઓનો ઉપયોગ કરો છો તો તમે સામગ્રી અથવા ડેટાને સિંક કરી શકો છો; જો તમે એકાઉન્ટ બનાવો છો તો તમે લિંગ, તમારી સુરક્ષા-સંબંધિત માહિતી અને અન્ય વિગતો પ્રદાન કરી શકો છો; જો તમે MIUI ચર્ચામંચ અથવા અન્ય Xiaomi પ્લેટફોર્મમાં ભાગ લેશો તો તમે વર્તમાન નોકરીનો હોદ્દો, શૈક્ષણિક માહિતી અને તમારી સોશિયલ પ્રવૃત્તિઓથી સંબંધિત અન્ય કોઈપણ માહિતી પ્રદાન કરી શકો છો.

1.1.2 તમે સેવાઓનો ઉપયોગ કરો ત્યારે અમારા દ્વારા એકત્રિત કરવામાં આવતી માહિતી

• ડિવાઇસ અથવા સિમ સંબંધિત માહિતી. ઉદાહરણ તરીકે, IMEI નંબર, GAID નંબર, IMSI નંબર, MAC એડ્રેસ, અનુક્રમ નંબર, MIUI વર્ઝન અને તેનો પ્રકાર, ROM વર્ઝન, Android વર્ઝન, Android આઈડી, સ્પેસ આઈડી, સિમ કાર્ડ ઑપરેટર અને તેનું સ્થાન ક્ષેત્ર, સ્ક્રીન ડિસ્પ્લેની માહિતી, ડિવાઇસના કીપેડની માહિતી, ડિવાઇસના ઉત્પાદકની વિગતો અને મોડેલનું નામ, ડિવાઇસ સક્રિય કરવાનો સમય, નેટવર્ક ઑપરેટર, કનેક્શનનો પ્રકાર, હાર્ડવેરની મૂળભૂત માહિતી અને વપરાશની માહિતી (જેમ કે સીપીયુ, સ્ટોરેજ, બૅટરી વપરાશ, સ્ક્રીન રિઝોલ્યૂશન અને ડિવાઇસનું તાપમાન, કેમેરાના લેન્સનું મોડેલ).

• તમારા માટેની ચોકક્સ માહિતી જે ત્રાહિત પક્ષનાં સેવા પ્રદાતાઓ અને વ્યવસાયિક ભાગીદારો દ્વારા સોપવામાં આવી હોઈ શકે: અમે ત્રાહિત પક્ષનાં સેવા પ્રદાતાઓ અને વ્યવસાયિક ભાગીદારો દ્વારા સોપવામાં આવેલી માહિતી જેવી કે તમારી જાહેરાત આઈડીને એકત્રિત અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ.

• તમારા ઍપ્લિકેશનના વપરાશથી સંબંધિત માહિતી, જેમાં ઍપ્લિકેશનની મૂળભૂત માહિતી, જેવી કે ઍપ્લિકેશનની યાદી, ઍપ્લિકેશન આઈડીની માહિતી, SDK વર્ઝન, સિસ્ટમ અપડેટ સેટિંગ, ઍપ્લિકેશન સેટિંગ (ક્ષેત્ર, ભાષા, સમય ઝોન, ફૉન્ટ) અને ઍપ્લિકેશનની સ્થિતિનો રેકોર્ડ (દા.ત. ડાઉનલોડ થાય છે, ઇન્સ્ટોલ થાય છે, અપડેટ થાય છે, કાઢી નાખવામાં આવી રહી છે)નો સમાવેશ થાય છે.

• જ્યારે તમે નીચેની સેવાનો ઉપયોગ કરો છો ત્યારે ઉત્પન્ન થતી માહિતી, જેમ કે તમારા બૅજ, રેટિંગ, સાઇન-ઇનની માહિતી અને MIUI ચર્ચામંચ સેવામાંના બ્રાઉઝિંગ રેકોર્ડ; MIUI ચર્ચામંચ પરના તમારા સંદેશાઓ (ફક્ત મોકલનાર અને પ્રાપ્ત કરનાર બંને પક્ષોને જ દેખાશે); જ્યારે તમે Mi પુશ સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે ઉત્પન્ન થતી પુશ સામગ્રી; જાહેરાત સેવા માટે કરવામાં આવતો તમારો વ્યવહાર (જેમ કે ક્લિક કરવું, બ્રાઉઝ કરવું વગેરે).

• સ્થાનની માહિતી (ફક્ત ચોક્કસ સેવાઓ/કાર્યક્ષમતાઓ માટે) જો તમે સ્થાન-સંબંધિત સેવાઓ (નેવિગેશન સૉફ્ટવેર, હવામાન સૉફ્ટવેર અને શોધવાની કાર્યક્ષમતાવાળા સૉફ્ટવેર)નો ઉપયોગ કરો છો તો તમારા ચોક્કસ અથવા અંદાજીત સ્થાન અંગેની વિવિધ પ્રકારની માહિતી. ઉદાહરણ તરીકે, પ્રદેશ, દેશ કોડ, શહેર કોડ, મોબાઇલ નેટવર્ક કોડ, મોબાઇલ દેશ કોડ, મોબાઇલની ઓળખ, રેખાંશ અને અક્ષાંશની માહિતી, સમય ઝોન સેટિંગ, ભાષા સેટિંગ. તમે ફોન સેટિંગ (સેટિંગ - પરવાનગીઓ)ની અંદર કોઈપણ સમયે દરેક ઍપ્લિકેશન માટે તમારી સ્થાન માહિતીને બંધ કરી શકો છો.

• લૉગની માહિતી: તમારા કેટલાક ફંક્શન, ઍપ્લિકેશન અને વેબસાઇટના ઉપયોગથી સંંબંધિત માહિતી. ઉદાહરણ તરીકે, કુકી અને અન્ય અનામી ઓળખકર્તા તકનીકો, IP એડ્રેસ, નેટવર્ક વિનંતી માહિતી, અસ્થાયી સંદેશ ઇતિહાસ, માનક સિસ્ટમ લૉગ, ક્રેશ માહિતી, સેવાઓ (જેમ કે નોંધણી સમય, ઍક્સેસ સમય, પ્રવૃત્તિ સમય, વગેરે.)નો ઉપયોગ કરીને ઉત્પન્ન થયેલી લૉગની માહિતી.

અન્ય માહિતી: વાતાવરણીય વિશેષક મૂલ્યો (ECV) (દા.ત. Mi એકાઉન્ટ આઈડી, ફોન ડિવાઈસ આઈડી, જોડાયેલાં વાઈ-ફાઈમાંથી ઉત્પન્ન થયેલાં મૂલ્યો અને સ્થાનની માહિતી).

1.1.3 ત્રાહિત-પક્ષના સ્રોતોમાંથી માહિતી

કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવી હોય ત્યારે, અમે ત્રાહિત-પક્ષ સ્રોતોમાંથી તમારા વિશેની માહિતી એકત્રિત કરીશું. ઉદાહરણ તરીકે,

• અમુક સેવાઓ કે જેમાં તમારા અધિકૃતતાવાળા એકાઉન્ટ અને નાણાકીય વ્યવહારો સામેલ હોઈ શકે છે, અમે સુરક્ષા અને છેતરપિંડી અટકાવવાના હેતુઓ માટે કાયદેસરના ત્રાહિત-પક્ષીય સ્રોતો દ્વારા તમારા દ્વારા પ્રદાન કરેલી માહિતી (જેમ કે ફોન નંબર)ને માન્ય કરી શકીએ છીએ;

• તમને જાહેરાત સેવાઓ પ્રદાન કરવા માટે અમે ડિઝાઇન કરેલા ઓળખકર્તા ચિહ્નો (જેમ કે જાહેરાતકર્તા તરફથી IMEI) પ્રાપ્ત કરી શકીએ છીએ;

• અમે ત્રાહિત-પક્ષ સોશિયલ નેટવર્ક સેવાઓમાંથી એકાઉન્ટ આઈડી અને ઉપનામો જેવી અમુક માહિતી પણ મેળવી શકીએ છીએ (દા.ત. જ્યારે તમે Xiaomi સેવામાં સાઇન ઇન કરવા માટે સોશિયલ નેટવર્ક એકાઉન્ટનો ઉપયોગ કરો છો ત્યારે);

• તમારા વિશેની માહિતી કે જે અન્ય લોકોએ અમને પ્રદાન કરી છે (દા.ત. તમારું વિતરણ સરનામું કે જે અન્ય વપરાશકર્તાઓ જ્યારે તમારા માટે mi.com સેવાઓ મારફતે ઉત્પાદનો ખરીદે છે ત્યારે અમને પ્રદાન કરી શકે છે).

1.1.4 ઓળખી ન શકાય તેવી માહિતી

અમે અન્ય પ્રકારની માહિતી પણ એકત્રિત કરી શકીએ છીએ જે માહિતી કોઈ વ્યક્તિ સાથે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે જોડાયેલી ન હોય તથા જેને લાગુ પડતા સ્થાનિક કાયદા અનુસાર વ્યક્તિગત માહિતી તરીકે વ્યાખ્યાયિત કરી શકાતી ન હોય. આવી માહિતીમાં જ્યારે તમે કોઈ ચોક્કસ સેવાનો ઉપયોગ કરો છો ત્યારે ઉત્પન્ન થતો આંકડાકીય ડેટા (દા.ત. ઓળખી ન શકાય એવી ડિવાઇસ સંબંધિત માહિતી, દૈનિક વપરાશ ઇવેન્ટ, પેજ ઍક્સેસ ઇવેન્ટ, પેજ ઍક્સેસ સમય ઇવેન્ટ અને સેશન ઇવેન્ટ); નેટવર્ક મોનિટરિંગ ડેટા (દા.ત. વિનંતીનો સમય, વિનંતીની સંખ્યા અથવા એરરની વિનંતી વગેરે); ઍપ્લિકેશન ક્રેશ ઇવેન્ટ સામેલ હોઈ શકે. આવી માહિતીને એકત્રિત કરવાનો હેતુ અમે તમને પ્રદાન કરીએ છીએ તે સેવાઓને બહેતર બનાવવાનો હોય છે. એકત્રિત કરેલી માહિતીનો પ્રકાર અને તેની માત્રા તમે અમારા ઉત્પાદનો અને/અથવા સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના પર આધારિત હોય છે.

અમે અનન્ય ડિવાઇસ ઓળખકર્તાઓ, ડિવાઇસ મોડલ, સિસ્ટમ વર્ઝન નંબર જેવી માહિતી તથા અમારી વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પરની તમારી પ્રવૃત્તિઓ વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ. અમે એકંદરે તમને વધુ ઉપયોગી માહિતી પ્રદાન કરવા, અમારી વેબસાઇટ, અમારા ઉત્પાદનો અને સેવાઓનાં કયા ભાગોમાં તમને સૌથી વધુ રુચિ છે તે સમજવા માટે અમે આવી માહિતીને એકત્રિત કરીએ છીએ. આવો એકત્રિત ડેટા વ્યક્તિગત માહિતી નથી કારણ કે તેનો ઉપયોગ તમને ઓળખવા માટે કરી શકાતો નથી. જો કે, જો અમે બિન-વ્યક્તિગત માહિતીને વ્યક્તિગત માહિતી સાથે જોડીએ, તો આવી માહિતીને વ્યક્તિગત માહિતી માનવામાં આવશે.

1.2 અમારા દ્વારા એકત્રિત કરવામાં આવતી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ અમે કેવી રીતે કરીએ છીએ

વ્યક્તિગત માહિતી એકત્રિત કરવાનો હેતુ તમને ઉત્પાદનો અને/અથવા સેવાઓ પ્રદાન કરવા તથા તે સુનિશ્ચિત કરવાનો છે કે અમે લાગુ કાયદા, નિયમનો અને અન્ય નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કરીએ છીએ. જેમાં આનો સમાવેશ થાય છે:

• તમને કે તમારા માટે અમારા ઉત્પાદનો અને/અથવા અમારી સેવાઓ પ્રદાન કરવી, તેની પ્રક્રિયા કરવી, તેની જાળવણી કરવી, તેને બહેતર બનાવવું અને તેને ડેવલપ કરવું, જેમ કે વિતરણ, સક્રિયકરણ, ચકાસણી, વેચાણ પછીની સેવાઓ, ગ્રાહક સહાયતા અને જાહેરાત.

• નુકસાન અને છેતરપિંડી અટકાવવાના હેતુથી સુરક્ષા સલામતીઓનું અમલીકરણ કરવું અને જાળવણી કરવી જેમ કે વપરાશકર્તાઓની ઓળખ કરવામાં મદદ કરવી, વપરાશકર્તાની ઓળખની ચકાસણી કરવી. અમે તમારી માહિતીનો ઉપયોગ છેતરપિંડી વિરોધી હેતુઓ માટે ફક્ત ત્યારે જ કરીએ જ્યારે નીચેની બે શરતો મળતી હોય: તે જરૂરી હોય; અને મૂલ્યાંકન માટે ઉપયોગમાં લેવાયેલ ડેટા, વપરાશકર્તાઓ અને સેવાઓનું રક્ષણ કરવા માટે Xiaomi ના કાયદેસરના હિતો અનુસાર હોય.

• તમારા સાધનો, સેવાઓ, પ્રશ્નો અથવા વિનંતીઓનું સંચાલન, જેમ કે ગ્રાહકની પૂછપરછનો જવાબ આપવો, સિસ્ટમ અને એપ્લિકેશનની સૂચનાઓ મોકલવી, સ્વીપસ્ટેક જેવી તમારી પ્રવૃત્તિઓને મેનેજ કરવી.

• પ્રચાર સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવું જેમ કે માર્કેટિંગ તથા પ્રચાર સામગ્રી અને અપડેટ પ્રદાન કરવું. જો તમે હવે અમુક પ્રકારની પ્રચાર સામગ્રી પ્રાપ્ત કરવા માંગતા નથી, તો સંદેશમાં આપેલી પદ્ધતિ (જેમ કે સંદેશની નીચે આપેલ અનસબ્સ્ક્રાઇબ કરવાની લિંક) દ્વારા તમે ના પસંદ કરી શકો છો, સિવાય કે તે લાગુ કાયદા હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલ ન હોય. કૃપા કરીને નીચે આપેલાં "તમારા અધિકારો" જુઓ.

• વ્યક્તિગત કરેલી સેવાઓ અને સામગ્રી પ્રદાન કરવી. અમે અમારા ઉત્પાદનો અને સેવાઓનો ઉપયોગ કરતી વખતે તમારા દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી માહિતી જેવી કે ખરીદીનો ઇતિહાસ, વેબસાઇટ બ્રાઉઝિંગ ઇતિહાસ અને ભૌગોલિક સ્થાન આધારીત કરવામાં આવતી જાહેરાત સહિત વ્યક્તિગત કરેલ ઉત્પાદનો, સેવાઓ અને પ્રવૃત્તિઓની ભલામણ કરી શકીએ છીએ. તમારી પાસે વ્યક્તિગત કરેલ જાહેરાતો પ્રાપ્ત કરવાનું બંધ કરવાનો અને પ્રોફાઇલિંગનો કોઈપણ સમયે વિરોધ કરવાનો અધિકાર છે, જેમાં પ્રત્યેક્ષ માર્કેટિંગ કરવાના હેતુઓ માટે કરવામાં આવેલ પ્રોફાઇલિંગ સામેલ છે. આવું કરવા માટે, તમે ફોન સેટિંગ (સેટિંગ - વધારાના સેટિંગ - ગોપનીયતા - જાહેરાત સેવાઓ) ની અંદર કોઈપણ સમયે તેને ચાલુ અથવા બંધ કરી શકો છો અથવા privacy@xiaomi.com પર અમારો સંપર્ક કરી શકો છો. કૃપા કરીને નીચે આપેલાં "તમારા અધિકારો" જુઓ.

• તમને સાર્વજનિક ચર્ચામંચ પર ટિપ્પણીઓ પોસ્ટ કરવાની મંજૂરી આપવી.

• આંતરિક હેતુઓ, જેમ કે અમારા ઉત્પાદનો અથવા સેવાઓને બહેતર બનાવવા માટે અમારા ઉત્પાદનો અથવા સેવાઓના ઉપયોગથી સંબંધિત ડેટા વિશ્લેષણ, સંશોધન અને આંકડાકીય માહિતીનો વિકાસ. ઉદાહરણ તરીકે, ઓળખ છુપાવવાની પ્રક્રિયા પછી મશીન લર્નિગ અથવા મોડેલ એલ્ગોરિધમ તાલીમ આપવામાં આવે છે.

• તમારા ડિવાઇસના કાર્યપ્રદર્શનને ઑપ્ટિમાઇઝ કરવું, જેમ કે મેમરી વપરાશ અથવા તમારી એપ્લિકેશનના સીપીયુ ઉપયોગનું વિશ્લેષણ કરવું.

• અમારી વ્યવસાયિક કામગીરી માટે તમારાથી સંબંધિત હોય તેવી માહિતીને સંગ્રહવી અને જાળવવી (જેમ કે વ્યવસાયિક આંકડા) અથવા અમારી કાનૂની જવાબદારીઓને પરીપૂર્ણ કરવા માટે.

• સ્થાનિક સેવાઓ પ્રદાન કરવી જેને અમારા સર્વર સાથે સંચાર કરવાની જરૂર હોતી નથી, જેમ કે તમારા ડિવાઇસ પર નોટ્સ સેવાનો ઉપયોગ કરવો.

• તમારી સંમતિથી અન્ય હેતુઓ.

અહીં અમે તમારી માહિતી (જેમાં વ્યક્તિગત માહિતી સામેલ હોઈ શકે છે) નો ઉપયોગ કેવી રીતે કરીએ તેના પર વધુ વિગતવાર ઉદાહરણો આપ્યા છે:

• તમે ખરીદેલા Xiaomi ઉત્પાદનો અથવા સેવાઓને તમારા માટે સક્રિય કરવી અને તેની નોંધણી કરવી.

• તમારું Mi એકાઉન્ટ બનાવવું અને જાળવવું. જ્યારે તમે અમારી વેબસાઇટ પર અથવા અમારા મોબાઇલ ડિવાઇસ મારફતે કોઈ Mi એકાઉન્ટ બનાવો ત્યારે એકત્રિત કરવામાં આવતી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ તમારા માટે વ્યક્તિગત Mi એકાઉન્ટ અને પ્રોફાઇલ પેજ બનાવવા માટે થાય છે.

• તમારા ખરીદીના ઑર્ડરની પ્રક્રિયા કરવી. ઈ-કૉમર્સ ઑર્ડરને લગતી માહિતીનો ઉપયોગ ગ્રાહક સહાયતા અને પુન: વિતરણ સહિત ખરીદી ઑર્ડર અને સંબંધિત વેચાણ પછીની સેવાઓ પર પ્રક્રિયા કરવા માટે થાય છે. વધુમાં, ઑર્ડર નંબરનો ઉપયોગ વિતરણ ભાગીદાર વાળા ઑર્ડર તેમજ પાર્સલનાં વિતરણના રેકોર્ડની ફેર-તપાસ કરવા માટે થાય છે. નામ, સરનામું, ફોન નંબર અને પોસ્ટલ કોડ સહિતની પ્રાપ્તકર્તાની માહિતીનો ઉપયોગ વિતરણ હેતુ માટે કરવામાં આવશે. તમારા ઇમેઇલ સરનામાંનો ઉપયોગ તમને પાર્સલને ટ્રેક કરવા માટેની માહિતી મોકલવા માટે કરવામાં આવે છે. ખરીદેલી આઇટમની યાદીનો ઉપયોગ બિલ છાપવા માટે થાય છે અને તેથી ગ્રાહક કઈ આઇટમ પાર્સલમાં છે તે જોઈ શકે.

• MIUI ચર્ચામંચમાં ભાગ લેવો. MIUI ચર્ચામંચ કે બીજા Xiaomi ઇન્ટરનેટ પ્લેટફોર્મને સંબંધિત વ્યક્તિગત માહિતીનો ઉપયોગ પ્રોફાઈલ પેજ પ્રદર્શિત કરવા, અન્ય વપરાશકર્તાઓ સાથે વાતચીત કરવા, ચર્ચામંચમાં ભાગ લેવા માટે થઈ શકે છે.

• Xiaomi ક્લાઉડ અને અન્ય MIUI સેવાઓ પ્રદાન કરવી. નીચેની માહિતી (GAID નંબર, IMEI નંબર, IMSI નંબર, ફોન નંબર, ડિવાઇસ આઈડી, ડિવાઇસ ઑપરેટિંંગ સિસ્ટમ, MAC એડ્રેસ, ડિવાઈસનો પ્રકાર, સિસ્ટમ અને કાર્યપ્રદર્શનની માહિતી અને મોબાઈલ દેશ કોડ, મોબાઈલ નેટવર્ક કોડ, સ્થાન ક્ષેત્ર કોડ અને મોબાઈલની ઓળખ સહિત સ્થાનની માહિતી) નો ઉપયોગ વપરાશકર્તાને પ્રમાણિત કરવા માટેની MIUI સેવાઓ દા.ત. Xiaomi ક્લાઉડ, કૉલ લૉગ સિંક, એસએમએસ સિંક, ડિવાઇસને શોધોને સક્રીય કરવા માટે થાય છે.

• સક્રિયકરણ નિષ્ફળતાનું નિદાન કરવું. સ્થાન-સંબંધિત માહિતીનો ઉપયોગ, સેવાના નેટવર્ક ઑપરેટરને ઓળખવા માટે સિમ કાર્ડની સક્રિયકરણ નિષ્ફળતા (દા.ત. શૉર્ટ મેસેજ સર્વિસ (SMS) ગેટવે અને નેટવર્કની નિષ્ફળતાઓ) ને ઍકસેસ કરવા અને નેટવર્ક ઑપરેટરને તે નિષ્ફળતા અંગે સૂચિત કરવા માટે થાય છે.

• અન્ય MIUI સેવાઓ પ્રદાન કરવી. MIUI સેવાઓ દ્વારા એકત્રિત કરવામાં આવતી માહિતીનો ઉપયોગ તે સેવાના કાર્યો કરવા માટે કરવામાં આવે છે, જ્યારે સેવા ઑપ્ટિમાઇઝેશન પ્રદાન કરતી વખતે, દા.ત. MIUI સેવાઓથી સંબંધિત પ્રવૃત્તિઓને ડાઉનલોડ કરવી, અપડેટ કરવી, નોંધણી કરાવવી, અમલ કરવો અથવા ઑપ્ટિમાઇઝ કરવી. ઉદાહરણ તરીકે, તમારા ડાઉનલોડ કરવાના અને બ્રાઉઝ કરવાના ઇતિહાસના આધારે થીમ સ્ટોર દ્વારા એકત્રિત કરેલી વ્યક્તિગત માહિતી વ્યક્તિગત કરેલી થીમ ભલામણ સેવાઓ પ્રદાન કરી શકે છે.

• તમારું ડિવાઇસ શોધવું. જો તમારો ફોન ખોવાઈ જાય છે અથવા ચોરાઇ જાય છે, તો Xiaomi ની ડિવાઇસ શોધો સુવિધા તમને તમારા ફોનને શોધવામાં અને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે. તમારા ફોન દ્વારા પ્રદાન કરેલી સ્થાનની માહિતીને આધારે તમે એક નકશા પર તમારા ફોનનો પત્તો લગાવી શકો છો, તમારા ફોન પરની બધી જ માહિતી ભૂંસી શકો છો અથવા તમારા ફોનને લૉક કરી શકો છો. જ્યારે તમે સક્રિય રીતે તમારો ફોન શોધી રહ્યાં હો, ત્યારે તમારા મોબાઇલ ડિવાઇસમાંથી સ્થાનની માહિતી કૅપ્ચર કરવામાં આવે છે; કેટલીક પરિસ્થિતિઓમાં, આ માહિતી ફોનના ટાવર અથવા વાઈ-ફાઈ હોટસ્પોટમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. તમે આ સુવિધાને ફોન સેટિંગમાં (સેટિંગ - Mi એકાઉન્ટ - Xiaomi ક્લાઉડ - ડિવાઇસ શોધો) જઈ કોઈપણ સમયે ચાલુ કરી શકો છો અથવા બંધ કરી શકો છો.

• ફોટોમાં સ્થાન વિશેની માહિતી નોંધવી. તમે ફોટો પાડતી વખતે તમારા સ્થાન વિશેની માહિતી નોંધી શકો છો. આ માહિતી તમારા ફોટો ફોલ્ડરમાં દેખાશે અને સ્થાન તમારા ફોટાની પ્રોપર્ટીની માહિતીમાં સાચવવામાં આવશે. જો તમે ફોટો પાડતી વખતે તમારું સ્થાન નોંધવા માગતા નથી, તો તમે તેને કોઈ પણ સમયે તમારા ડિવાઇસના કેમેરા સેટિંગમાં જઇ બંધ કરી શકો છો.

• સંદેશ સેવાઓ પ્રદાન કરવી (e.g. Mi Talk, Mi સંદેશ). જો તમે Mi Talk ડાઉનલોડ કરો અને તેનો ઉપયોગ કરો છો, તો Mi Talk દ્વારા એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ આ સેવાને સક્રિય કરવા અને વપરાશકર્તા અને સંદેશ પ્રાપ્તકર્તાને ઓળખવા માટે થઈ શકે છે. આ ઉપરાંત, વપરાશકર્તા દ્વારા ફરીથી ઍપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવે ત્યાર પછી અથવા સમગ્ર ડિવાઇસમાં સિંક કરવા માટે ચૅટ ઇતિહાસ સંગ્રહિત કરવામાં આવે છે. સેવાઓને સક્રિય કરવા અને સંદેશાનાં રાઉટિંગ સહિત સેવાઓને કાર્ય કરવા માટે સક્ષમ બનાવવા માહિતી (મોકલનાર અને પ્રાપ્તકર્તાનાં ફોન નંબર અને Mi સંદેશ આઈડી) નો ઉપયોગ Mi સંદેશ માટે થઈ શકે છે.

• સ્થાન-આધારિત સેવાઓ પ્રદાન કરવી. MIUI સેવાઓનો ઉપયોગ કરતી વખતે, તમને સેવાનું યોગ્ય વર્ઝન પ્રદાન કરવા અને શ્રેષ્ઠ સંભવિત વપરાશકર્તા અનુભવ માટે તે સ્થાન વિશે સચોટ વિગતો દા.ત. હવામાન વિગતો, સ્થાન ઍક્સેસ (Android પ્લેટફોર્મના ભાગ રૂપે) પ્રદાન કરવા માટે સ્થાન માહિતીનો ઉપયોગ અમારા દ્વારા કે ત્રાહિત પક્ષ સેવા પ્રદાતાઓ તથા વ્યવસાયિક ભાગીદારો દ્વારા પણ થઈ શકે છે (વધુ માહિતી માટે નીચે આપેલ “અમે તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે શેર કરીએ છીએ, સ્થાનાંતરિત કરીએ છીએ અને સાર્વજનિક રૂપે કેવી રીતે પ્રગટ કરીએ છીએ જુઓ”). તમે કોઈપણ સમયે સેટિંગમાં રહેલ સ્થાન સેવાઓને કે કોઈ ઍપ્લિકેશનની સ્થાન સેવાઓના ઉપયોગને બંધ કરી શકો છો.

• વપરાશકર્તા અનુભવને બહેતર બનાવવો. કેટલીક ઐચ્છિક સુવિધાઓ, જેવી કે વપરાશકર્તા અનુભવ પ્રોગ્રામ, Xiaomi ને વપરાશકર્તાઓ કેવી રીતે મોબાઈલ ફોન અને MIUI સેવાઓનો ઉપયોગ કરે છે તેના વિશેના ડેટાનું વિશ્લેષણ કરવાની અનુમતિ આપે છે, જેથી કરીને વપરાશકર્તા અનુભવમાં સુધારો કરી શકાય, જેમ કે ક્રેશ રિપોર્ટ મોકલવા.

• તમને સુરક્ષા કેન્દ્રનો ઉપયોગ કરવાની અનુમતિ આપવી. એકત્ર કરાયેલી માહિતીનો ઉપયોગ સુરક્ષા ઍપમાં સુરક્ષા અને સિસ્ટમની દેખરેખ કરતી કાર્યક્ષમતાઓ માટે થઈ શકે છે, જેમ કે સુરક્ષા સ્કૅન, બૅટરી બચતકર્તા, ક્લીનર, વગેરે. આમાંની કેટલીક કાર્યક્ષમતાઓ ત્રાહિત પક્ષ સેવા પ્રદાતાઓ અને/અથવા વ્યવસાયિક ભાગીદારો દ્વારા સંચાલિત કરવા છે (વધુ માહિતી માટે નીચે આપેલ“અમે તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે શેર કરીએ છીએ, સ્થાનાંતરિત કરીએ છીએ અને સાર્વજનિક રૂપે કેવી રીતે પ્રગટ કરીએ છીએ” જુઓ). માહિતી (કે જે વ્યક્તિગત માહિતી નથી, જેમ કે વાયરસ પરિભાષાની સૂચિઓ) નો ઉપયોગ સુરક્ષા સ્કૅન કરતા ફંક્શન માટે થાય છે.

• પુશ સેવાઓ પ્રદાન કરવી. Mi એકાઉન્ટ આઈડી અને GAID/IMEI નંબરનો ઉપયોગ, જાહેરાતના દેખાવનુંં મૂલ્યાંકન કરવા તથા વેચાણ અને પ્રચાર સંંબંધિત માહિતી સહિત સૉફ્ટવેર અપડેટ કરવા અથવા નવા ઉત્પાદનની જાહેરાત કરવા માટે MIUI તરફથી સૂચનાઓ મોકલવા માટેની Xiaomi પુશ સેવા પ્રદાન કરવા માટે પણ થશે. વધુમાં, પસંદ કરેલ ત્રાહિત પક્ષ (કે જેઓ પણ તમારી વ્યક્તિગત માહિતીના ડેટા નિયંત્રકો હશે - વધુ માહિતી માટે નીચે આપેલ“અમે તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે શેર કરીએ છીએ, સ્થાનાંતરિત કરીએ છીએ અને સાર્વજનિક રૂપે કેવી રીતે પ્રગટ કરીએ છીએ” જુઓ) ની દેખરેખ હેઠળ, Xiaomi પુશ સેવા જાહેરાતના પ્રદર્શનનું મૂલ્યાંકન પણ કરી શકે છે અથવા MIUI માંથી તમારા Mi એકાઉન્ટ આઈડી અને IMEI નંબરોનો ઉપયોગ કરીને સૂચનાઓ પણ મોકલી શકે છે. અમે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ તમને એવા પુશ સંદેશાઓ (કાં તો અમારી સેવાઓની સંદેશ મોકલીને, ઇમેઇલ દ્વારા કે અન્ય માધ્યમ દ્વારા) મોકવાના હેતુ માટે કરી શકીએ છીએ, જે અમારા ઉત્પાદનોની ઑફર અથવા જાહેરાત કરે છે અને/અથવા પસંદ કરેલ ત્રાહિત પક્ષના ઉત્પાદનોની ઑફર અથવા જાહેરાત કરે છે. તમે ડિવાઇસ સેટિંગ હેઠળ તમારી પ્રાથમિકતાઓને બદલીને, અથવા Xiaomi પુશનો ઉપયોગ કરીને ત્રાહિત પક્ષની એપ્લિકેશન/વેબસાઇટ મારફતે તમારી પ્રાથમિકતાઓનું વ્યવસ્થાપન કરીને કોઈપણ સમયે અમારા તથા ત્રાહિત પક્ષો તરફથી માર્કેટિંગ પ્રાપ્ત કરવાનું નાપસંદ કરી શકો છો. કૃપા કરીને નીચે આપેલા "તમારા અધિકારો" પણ જુઓ.

• વપરાશકર્તા ઓળખની ચકાસણી કરવી. Xiaomi વપરાશકર્તાની ઓળખની ચકાસણી કરવા અને અનધિકૃત લૉગિન ટાળવા માટે ECV મૂલ્યનો ઉપયોગ કરે છે.

• વપરાશકર્તાનો પ્રતિસાદ એકત્રિત કરવો. તમે આપવા માટે પસંદ કરેલો પ્રતિસાદ Xiaomi ને અમારી સેવાઓને બહેતર બનાવવામાં મદદ કરવા માટે મહત્વપૂર્ણ છે. તમે પ્રદાન કરવા માટે પસંદ કરેલા પ્રતિસાદને અનુસરવા માટે, Xiaomi તમે પ્રદાન કરેલી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીને તમારો સંપર્ક કરી શકે છે અને સમસ્યાના ઉકેલ અને સેવાને બહેતર બનાવવા માટે આ સંપર્કની નોંધ રાખી શકે છે.

• સૂચનાઓ મોકલવી. સમય-સમય પર, અમે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ, તમને મહત્વની સૂચનાઓ, જેવી કે ખરીદીઓ વિશે સૂચનાઓ આપવી અને અમારા નિયમો, શરતો અને નીતિઓમાં થતા ફેરફાર વિશે સૂચનાઓ મોકલવા જેવી બાબતો માટે કરી શકીએ. આવી માહિતી Xiaomi સાથેની તમારી વાતચીત માટે નિર્ણાયક હોવાથી, એવી ભલામણ કરવામાં આવતી નથી કે તમે આવી માહિતી પ્રાપ્ત કરવાની ના પાડો.

• પ્રચાર પ્રવૃત્તિઓનું આયોજન કરવું. જો તમે Xiaomi ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સ્વીપસ્ટેક, પ્રતિયોગિતા અથવા તેના જેવી પ્રચાર પ્રવૃત્તિમાં દાખલ થાઓ છો, તો અમે તેના રિવોર્ડ મોકલવા માટે વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ.

• વધુ સારો વપરાશકર્તા અનુભવ પ્રદાન કરવા માટે ડિવાઇસ વિશ્લેષણ કરવું. Xiaomi ડિવાઇસના અનુભવને વધુ સુધારવા માટે હાર્ડવેર તથા સૉફ્ટવેરનું વિશ્લેષણ કરી શકશે.

અમારા ઉત્પાદનો, સેવાઓ, સામગ્રી અને જાહેરાતને પ્રદાન કરવા અને તેને બહેતર બનાવવા માટે અમે આ માહિતીને અન્ય માહિતી (વિવિધ સેવાઓ અથવા ડિવાઇસ જેવા કે કમ્પ્યુટર, મોબાઇલ ફોન, સ્માર્ટ ટીવી અને અન્ય જોડેલા ડિવાઇસ સહિતની માહિતી) સાથે જોડી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, તમે ઉપયોગ કરો છો તેવી કોઈપણ સેવા કે જેમાં Mi એકાઉન્ટ આવશ્યક છે તેમાં અમે તમારા Mi એકાઉન્ટની વિગતોનો ઉપયોગ કરી શકીએ છીએ. વધુમાં, તમને વધુ સારો અનુભવ કરાવવા માટે અને અમારી સેવાઓને બહેતર બનાવવા માટે, સંબંધિત કાયદાઓ અને નિયમોનું પાલન કરીને અથવા તમારી સંમતિથી, લેબલ બનાવવા માટે, સૂચનો, કસ્ટમાઇઝ કરેલી સામગ્રી અને વ્યક્તિગત કરેલી સુવિધાઓ પ્રદાન કરવા માટે તમારી પાસેથી કે તમારી સાથે સંબંધિત વિવિધ ઉત્પાદનો, સેવાઓ અથવા સાધનોથી માહિતી લઇને તેનું વર્ગીકરણ કરી શકીએ. ઉદાહરણ તરીકે, Mi.com માં તમને કયા ઉત્પાદનો અથવા સેવાઓમાં રુચિ છે તેની ભલામણ કરવા માટે બ્રાઉઝરમાંના તમારા શોધ ઇતિહાસનો ઉપયોગ કરવો. અને ઉપરોક્ત બતાવ્યા પ્રમાણેના જોડાણોના કારણો અને લાગુ પડતા કાયદાની આવશ્યતા અનુસાર અમે આવા જોડાણો માટે તમને ચોક્કસ નિયંત્રણવાળી મેકનિઝમ પ્રદાન કરીશું. તમારી પાસે અમારા તરફથી પ્રત્યક્ષ માર્કેટિંગ પ્રાપ્ત કરવા અને સ્વચાલિત નિર્ણય લેવો વગેરેને બંધ કરવાનો અધિકાર છે. આ અધિકારોનો ઉપયોગ કરવા માટે, તમે privacy@xiaomi.com પર ઇમેઇલ મોકલી શકો છો અથવા દરેક ઉત્પાદન માટે અલગથી આપવામાં આવેલી ગોપનીયતા નીતિમાં વર્ણવેલા નિયંત્રણ મેકનિઝમનો સંદર્ભ લઈ શકો છો. કૃપા કરીને નીચે આપેલા "તમારા અધિકારો" પણ જુઓ.

2 કુકીઝ અને અન્ય તકનીકો

તકનીકો જેમ કે કુકીઝ, ટૅગ અને સ્ક્રિપ્ટનો ઉપયોગ Xiaomi અને ત્રાહિત પક્ષ સેવા પ્રદાતાઓ અને વ્યવસાયિક ભાગીદારો દ્વારા કરવામાં છે (વધુ માહિતી માટે નીચે આપેલ “અમે તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે શેર કરીએ છીએ, સ્થાનાંતરિત કરીએ છીએ અને સાર્વજનિક રૂપે કેવી રીતે પ્રગટ કરીએ છીએ” જુઓ). આ તકનીકોનો ઉપયોગ વર્તમાન વલણોનું વિશ્લેષણ કરવા, સાઇટનું વ્યવસ્થાપન કરવા, વપરાશકર્તાઓની વેબસાઇટ આસપાસની ગતિવિધિઓને ટ્રેક કરવા અને એકંદરે અમારા વપરાશકર્તાઓનાં સ્વરૂપ વિશે વસ્તી વિષયક માહિતી એકત્ર કરવા માટે થાય છે. અમે આ કંપનીઓ દ્વારા આવી તકનીકોનો ઉપયોગ કરવાનાં આધારે અને સાથે સાથે એકંદર ધોરણે કોઈ વ્યક્તિવિશેષ પર અહેવાલ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ તકનીકો અમને વપરાશકર્તાઓના વ્યવહારને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે તથા લોકોએ અમારી વેબસાઇટના કયા ભાગોની મુલાકાત લીધી છે તે અમને જણાવે તેમજ જાહેરાત અને વેબ શોધની અસરકારકતાને માપે છે અને સુવિધાજનક બનાવે છે. અમે કુકીઝ અને અન્ય તકનીકો દ્વારા એકત્રિત કરેલ માહિતીને વ્યક્તિગત માહિતી માનતા નથી, તે સ્થાનો સિવાય કે જ્યાં સ્થાનિક કાયદા દ્વારા ઇન્ટરનેટ પ્રોટોકોલ (IP) એડ્રસ અને તેના જેવા ઓળખકર્તાઓને વ્યક્તિગત માહિતી તરીકે માનવામાં આવે છે.

• લૉગ ફાઇલો: મોટાભાગની વેબસાઇટમાં જે સત્ય છે તેમ, અમે કેટલીક માહિતી એકત્ર કરીએ છીએ અને તેને લૉગ ફાઇલોમાં સંગ્રહ કરીએ છીએ. આ માહિતીમાં ઈન્ટરનેટ પ્રોટોકોલ (IP) એડ્રેસ, બ્રાઉઝરનો પ્રકાર, ઈન્ટરનેટ સેવા પ્રદાતા (ISP), સંદર્ભિત/નિકાસ પેજ, ઑપરેટિંગ સિસ્ટમ, તારીખ/સમય સ્ટેમ્પ, અને/અથવા ક્લિકસ્ટ્રીમ ડેટાનો સમાવેશ થઈ શકે છે. અમે આ આપમેળે એકત્ર થયેલા ડેટાને તમારા વિશે એકત્ર કરેલી અન્ય માહિતી સાથે લિંક કરતા નથી.

• જાહેરાત કરવી: અમારી વેબસાઇટ પર જાહેરાત પ્રદર્શિત કરવા કે અન્ય સાઇટ પર અમારી જાહેરાતનું વ્યવસ્થાપન કરવા માટે અમે ત્રાહિત પક્ષ સેવા પ્રદાતાઓ અને વ્યવસાયિક ભાગીદારો સાથે ભાગીદારી કરીએ છીએ (વધુ માહિતી માટે નીચે આપેલ “અમે તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે શેર કરીએ છીએ, સ્થાનાંતરિત કરીએ છીએ અને સાર્વજનિક રૂપે કેવી રીતે પ્રગટ કરીએ છીએ” જુઓ). અમારી ત્રાહિત પક્ષ સેવા પ્રદાતાઓ અને વ્યવસાયિક ભાગીદારો તમે બ્રાઉઝ કરેલી પ્રવૃત્તિઓ અને રુચિઓના આધારે તમને જાહેરાત સેવા પ્રદાન કરવા માટે આ સાઇટ અને અન્ય સાઇટ પરની તમારી પ્રવૃત્તિઓ વિશેની માહિતી એકત્રિત કરવા માટે કુકીઝ જેવી તકનીકોનો ઉપયોગ કરી શકે છે. અમે તમને આ જાહેરાત સેવા પ્રદાન કરતા પહેલાં તમારી પાસેથી સ્પષ્ટ આગોતરી સંમતિ લઈશું અને એક સ્પષ્ટ હકારાત્મક કાર્યવાહીનો સમાવેશ કરીશું. જો તમે ઈચ્છતાં હોવ કે આ માહિતીનો ઉપયોગ તમને રૂચિ-આધારિત જાહેરાત આપવા માટે ન થાય, તો તમે http://preferences-mgr.truste.com પર ક્લિક કરીને તેને નાપસંદ કરી શકો છો.

• મોબાઇલનું વિશ્લેષણ કરવું: અમારી કેટલીક મોબાઇલ એપ્લિકેશનમાં અમે તમારા ફોન પર અમારા મોબાઇલ સૉફ્ટવેરની કાર્યક્ષમતાને વધુ સારી રીતે સમજવા માટે મોબાઇલનું વિશ્લેષણ કરતા સૉફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ. આ સૉફ્ટવેર એવી માહિતીની નોંધ કરી શકે જેવી કે તમે એપ્લિકેશનનો ઉપયોગ કેટલીવાર કરો છો, એપ્લિકેશનની અંદર બનતી ઘટનાઓ, એકંદર વપરાશ, કાર્યપ્રદર્શન ડેટા અને એપ્લિકેશનની અંદર ક્યાં ક્રેશ થાય છે. અમે વિશ્લેષણ કરતા સૉફ્ટવેરમાં સંગ્રહ કરેલી માહિતીને તમે મોબાઈલ એપ્લિકેશનમાં સબમિટ કરેલી તમારી કોઈપણ વ્યક્તિગત માહિતી સાથે લિંક કરતાં નથી.

• સ્થાનિક સંગ્રહ – HTML5/Flash: અમે સામગ્રી અને પ્રાથમિકતાઓનો સંગ્રહ કરવા માટે સ્થાનિક સંગ્રહ ઓબ્જેક્ટ (LSOs) જેમ કે HTML5 કે Flash નો ઉપયોગ કરીએ છીએ. ત્રાહિત પક્ષો કે જેની સાથે અમે અમારી સાઇટ પર કેટલીક સુવિધાઓ આપવા માટે અથવા તમારી વેબ બ્રાઉઝિંગ પ્રવૃત્તિઓને આધારે જાહેરાત પ્રદર્શિત કરવા માટે ભાગીદારી કરીએ છીએ, તેઓ પણ માહિતી એકત્ર કરવા અને સંગ્રહ કરવા HTML5 કે Flash કુકીઝનો ઉપયોગ કરે છે. HTML5 LSOs ને કાઢી નાખવા માટે વિવિધ બ્રાઉઝર તેમનાં પોતાનાં મેનેજમેન્ટ ટૂલ ઑફર શકે છે. Flash કુકીઝને મેનેજ કરવા માટે, કૃપા કરી અહીં ક્લિક કરો: http://www.macromedia.com/support/documentation/en/flashplayer/help/settings_manager07.html.

3 અમે તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે શેર, ટ્રાન્સ્ફર કરીએ છીએ અને જાહેરમાં પ્રગટ કરીએ છીએ

3.1 શેર કરવું

અમે કોઈપણ વ્યક્તિગત માહિતી ત્રાહિત પક્ષોને વેચતા નથી. અમે તમારી આવશ્યકતાઓના આધારે તમને ઉત્પાદન કે સેવાઓ ઑફર કરવા સહિત અમારા ઉત્પાદન અથવા સેવાઓને પ્રદાન કરવા કે તેને બહેતર બનાવવા માટે ક્યારેક તમારી વ્યક્તિગત માહિતીને ત્રાહિત પક્ષો સાથે (નીચે વર્ણવ્યા મુજબ) શેર કરી શકીએ છીએ. જો તમે હવે પછી અમને આ માહિતી શેર કરવા મંજૂરી આપવા માંગતા નથી, તો કૃપા કરીને privacy@xiaomi.com પર અમારો સંપર્ક કરો.

3.1.1 તમે સક્રિયપણે પસંદ કરેલાં અથવા વિનંતી કરેલાંને શેર કરવું

તમારી સ્પષ્ટ સંમતિથી કે તમારી વિનંતીથી, અમે તમારી સંમતિ/વિનંતીની મર્યાદામાં રહીને તમારી અંગત માહિતી તમારા દ્વારા નિયુક્ત કરાયેલા વિશિષ્ટ ત્રાહિત પક્ષો સાથે શેર કરીશું. ઉદાહરણ તરીકે, તમે જ્યારે ત્રાહિત પક્ષીય વેબસાઇટ કે ઍપ પર સાઇન ઇન કરવા Mi એકાઉન્ટનો ઉપયોગ કરશો.

3.1.2 અમારા સમૂહ સાથે માહિતી શેર કરવી

વ્યાવસાયિક કામગીરીનું સફળતાપૂર્વક આયોજન કરવા અને તમને અમારા ઉત્પાદન અથવા સેવાઓના તમામ ફંક્શન પ્રદાન કરવા માટે, અમે સમય-સમય પર અન્ય Xiaomiની સંલગ્ન કંપનીઓ સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર કરી શકીએ છીએ.

3.1.3 અમારા સમૂહની ઇકોસિસ્ટમ કંપનીઓ સાથે શેર કરવું

Xiaomi, કંપનીઓનાં સમૂહ સાથે મળીને કામ કરે છે, જે સાથે મળીને Mi ઇકોસિસ્ટમ બનાવે છે. Mi ઇકોસિસ્ટમ કંપનીઓ સ્વતંત્ર સંસ્થાઓ છે, જેમાં Xiaomi દ્વારા રોકાણ કરાયેલ છે અને તેમનું સંચાલન કરવામાં આવે છે, તથા જેઓ તેમના ક્ષેત્રનાં નિષ્ણાત છે. Xiaomi તમારી વ્યક્તિગત માહિતીને Mi ઇકોસિસ્ટમ કંપનીઓ સામે ખુલ્લી પાડી શકે છે જેથી તમને Mi ઇકોસિસ્ટમ કંપનીઓ દ્વારા રોમાંચક ઉત્પાદનો અને સેવાઓ (હાર્ડવેર અને સોફ્ટવેર બન્ને) પ્રદાન કરી શકાય અને તેમાંં સુધારા કરી શકાય. આમાંંથી કેટલાક ઉત્પાદનો અથવા સેવાઓ હજી પણ Xiaomi બ્રાંડ અંતર્ગત આવશે, જ્યારે અન્ય તેમની પોતાની બ્રાંડનો ઉપયોગ કરી શકે છે. Mi ઇકોસિસ્ટમ કંપનીઓ સમય-સમય પર Xiaomi બ્રાંડ અંતર્ગત આવતા ઉત્પાદનો અથવા સેવાઓનાં સંદર્ભમાં Xiaomi સાથે માહિતી શેર કરી શકે, જેથી હાર્ડવેર અને સોફ્ટવેર સેવાઓ પૂરી પાડી શકાય અને વધુ સારા ફંક્શન અને વપરાશકર્તા અનુભવ આપી શકાય. Xiaomi, તમારી વ્યક્તિગત માહિતી પર પ્રક્રિયા કરતી વખતે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વ્યવસ્થાપનના અને તકનીકી પગલાં લેશે, જેમાં તમારી વ્યક્તિગત માહિતીના એન્ક્રિપ્શનનો સમાવેશ થાય છે, પણ તે તેના પૂરતું સીમિત નથી.

3.1.4 ત્રાહિત પક્ષીય સેવાના પ્રદાતાઓ અને વ્યાપારના ભાગીદારો સાથે શેર કરવું

આ ગોપનીયતા નીતિમાં વર્ણવેલા ઉત્પાદનો અને સેવાઓ તમને પ્રદાન કરવામાં અમારી મદદ કરવા, અમે કદાચ, જ્યારે જરૂરી હોય, ત્યારે અમારા ત્રાહિત પક્ષીય સેવાના પ્રદાતાઓ તથા વ્યાપારના ભાગીદારોની સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર કરી શકીએ છીએ.

આમાં અમારા વિતરણ સેવાના પ્રદાતાઓ, ડેટા કેન્દ્રો, ડેટા સંગ્રહણ સુવિધાઓ, ગ્રાહક સેવાના પ્રદાતાઓ, જાહેરાત તથા માર્કેટિંગ સેવાના પ્રદાતાઓ અને અન્ય વ્યાપારના ભાગીદારોનો સમાવેશ થાય છે. આ ત્રાહિત પક્ષો Xiaomi વતી અથવા આ ગોપનીયતા નીતિના એક કે વધુ હેતુસર તમારી વ્યક્તિગત માહિતી પર પ્રક્રિયા કરી શકે છે. અમે ખાતરી આપીએ છીએ કે તમને સેવાઓ પ્રદાન કરવા માટે આવશ્યક એવી વ્યક્તિગત માહિતીને શેર કરવાનું માત્ર અને માત્ર કાયદેસર, કાનૂની, આવશ્યક, ચોક્કસ તથા સ્પષ્ટ હેતુઓ બદલ જ છે. Xiaomi, ત્રાહિત પક્ષીય સેવાના પ્રદાતાઓ તમારા અધિકારક્ષેત્રમાં લાગુ ગોપનીયતા નીતિથી સંબંધિત કાયદાનું પાલન કરશે એ સુનિશ્ચિત કરવા તેમના પર યોગ્ય ઉદ્યમશીલતાની તપાસ હાથ ધરશે અને કરાર બનાવડાવશે. પ્રસંગોપાત એવું બની શકે છે કે ત્રાહિત પક્ષીય સેવાના પ્રદાતાઓ પાસે તેમના સબ-પ્રોસેસર હોઈ શકે.

કાર્યપ્રદર્શન માપન, વિશ્લેષણ અને અન્ય વ્યાપારની સેવાઓ પ્રદાન કરવા માટે, અમે ત્રાહિત પક્ષો (જેમ કે અમારી વેબસાઇટ પરના જાહેરાતકર્તાઓ) સાથે સંકલિત સ્વરૂપમાં માહિતી (બિન-વ્યક્તિગત માહિતી) પણ શેર કરી શકીએ છીએ. અમે અમારી પાસેની માહિતીનો ઉપયોગ જાહેરાતકર્તાઓ અને અન્ય વ્યાપારના ભાગીદારોને તેમની જાહેરાત અને સેવાઓની અસરકારકતા તથા કવરેજનું મૂલ્યાંકન કરવામાં, તેમ જ તેમની સેવાઓનો ઉપયોગ જે પ્રકારના લોકો કરે છે તેમને તથા તેમની વેબસાઇટ, ઍપ અને સેવાઓ સાથે લોકો કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તે સમજવામાં મદદ માટે કરીએ છીએ. અમે તેમની સાથે અમારી સેવાઓના સામાન્ય ઉપયોગના વલણો પણ શેર કરી શકીએ છીએ, જેમ કે એવા ચોક્કસ લોકોના સમૂહમાંથી ગ્રાહકોની સંખ્યા, જેઓ અમુક ઉત્પાદનોની ખરીદી કરે છે અથવા અમુક વ્યવહારોમાં જોડાય છે.

3.1.5 અન્ય

જાહેર એજન્સીઓ અને સરકારી એજન્સીઓની કાનૂની આવશ્યકતાઓ, કાનૂની પ્રક્રિયાઓ, દાવા અને/અથવા વિનંતીઓ મુજબ, Xiaomiને તમારી વ્યક્તિગત માહિતી જાહેર કરવાની જરૂર પડી શકે છે. જો રાષ્ટ્રીય સુરક્ષા, કાયદા અમલીકરણ અથવા સાર્વજનિક અગત્યતા ધરાવતી અન્ય બાબત માટે પ્રગટીકરણ જરૂરી છે અથવા યોગ્ય હોય, તો પણ અમે તમારા વિશેની માહિતી પ્રગટ કરી શકીએ છીએ.

અમારી શરતોને અમલમાં મૂકવા કે અમારા વ્યવસાય, અધિકારો, સંપત્તિઓ અથવા ઉત્પાદનોનું રક્ષણ કરવા અથવા વપરાશકર્તાઓનું રક્ષણ કરવા અથવા જો નીચે આપેલા હેતુસર પ્રગટીકરણ વાજબી રૂપે જરૂરી હોય (ઠગાઈ, ઉત્પાદનના અનધિકૃત ઉપયોગ, અમારી શરતો અથવા નીતિઓના ઉલ્લંઘનોને કે અન્ય હાનિકારક અથવા ગેરકાનૂની પ્રવૃત્તિઓને શોધવી, અટકાવવી અને તેનો ઉકેલ લાવવો), તો પણ અમે તમારા વિશેની માહિતી પ્રગટ કરી શકીએ છીએ. (એવા સંજોગો હોઈ શકે છે કે જ્યારે Xiaomi તમારી વ્યક્તિગત માહિતી તમારી સંમતિ વિના, માત્ર એટલી મર્યાદા સુધી એકત્રિત કરે, તેનો ઉપયોગ કરે કે તેને પ્રગટ કરી શકે, જો તેટલી મર્યાદા સુધી તે માટે ડેટા રક્ષણ કાયદા અંતર્ગત મંજૂરી આપવામાં આવી હોય). આમાં, ઠગાઈ, ઉલ્લંઘનો અને અન્ય હાનિકારક વ્યવહારને અટકાવવા માટે જાહેર અથવા સરકારી એજન્સીઓને તમારી વ્યક્તિગત માહિતી પ્રદાન કરવાનો, ત્રાહિત પક્ષીય ભાગીદારો સાથે તમારા એકાઉન્ટની વિશ્વસનીયતા અંગે સંચાર કરવાનો સમાવેશ થઈ શકે છે.

વધુમાં, અમે નીચેનાની સાથે પણ તમારી વ્યક્તિગત માહિતી શેર કરી શકીએ છીએ:

• અમારા એકાઉન્ટન્ટ, ઑડિટર, વકીલ અથવા એના સમાન સલાહકારોની સાથે, જ્યારે અમે તેમને વ્યાવસાયિક સલાહ અમને પ્રદાન કરવા કહીએ છીએ; અને

• Xiaomi સમૂહમાં આવેલી સંસ્થાથી સંબંધિત વાસ્તવિક કે સંભવિત વેચાણ અથવા અન્ય કૉર્પોરેટ વ્યવહાર થવાના કિસ્સામાં રોકાણકારો અને અન્ય સંબંધિત ત્રાહિત પક્ષોની સાથે; અને

• અન્ય કોઈપણ ત્રાહિત પક્ષની સાથે, જો કોઈ વિશિષ્ટ પ્રગટીકરણના સંબંધમાં તેમ કરવા માટે તમારા દ્વારા અધિકૃત કરાયેલ હોય.

3.2 ટ્રાન્સ્ફર કરવું

Xiaomi, નીચે આપેલા કિસ્સા સિવાયમાં કોઈપણને તમારી માહિતી ટ્રાન્સ્ફર કરશે નહીં:

• જ્યાં અમે તમારી સ્પષ્ટ સંમતિ મેળવેલી હોય;

• જો Xiaomi તેની સંપત્તિઓનાં બધા જ અથવા એક ભાગના મર્જર, સંપાદન કે વેચાણમાં સામેલ હોય, તો અમે તમને તમારી પાસે સંભવિત પણે હોય એવી તમારી વ્યક્તિગત માહિતીની માલિકી, તેના ઉપયોગ અને કોઈપણ પસંદગીમાં થનારા કોઈપણ ફેરફાર વિશે ઇમેઇલ કરીને અને/અથવા અમારી વેબસાઇટ પર નજરમાં આવે એ રીતે સૂચના પોસ્ટ કરીને જાણ કરીશું.

3.3 જાહેર પ્રગટીકરણ

વણઓળખાયેલ સ્વરૂપમાં જ્યારે વિજેતાની સૂચિ પ્રકાશિત કરતી વખતે વિજેતાના મોબાઇલ ફોન નંબર અથવા Mi એકાઉન્ટ ID કે વપરાશકર્તા નામને રિલીઝ કરવા ઉપરાંત, Xiaomi ફક્ત નીચેના સંજોગોમાં જ તમારી વ્યક્તિગત માહિતીને જાહેરમાં પ્રગટ કરશે:

• જ્યાં અમે તમારી સ્પષ્ટ સંમતિ મેળવેલી હોય;

• કાયદા કે વાજબી આધાર-સામગ્રીના આધારે જાહેર પ્રગટીકરણ: કાયદા અને નિયમનો, કાનૂની પ્રક્રિયાઓ, દાવા માટે કે કાર્યક્ષમ સરકારી વિભાગની વિનંતી પર કરવા સહિત.

4 અમે કેવી રીતે તમારી વ્યક્તિગત માહિતીને સંગ્રહિત કરીએ છીએ અને તેનું રક્ષણ કરીએ છીએ

4.1 Xiaomiના સુરક્ષાનાં પગલાં

અમે તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. અનધિકૃત ઍક્સેસ, પ્રગટીકરણ અથવા એ સમાન અન્ય જોખમોને અટકાવવા માટે, અમે તમારા મોબાઇલ ડિવાઇસ અને Xiaomiની વેબસાઇટ પર એકત્રિત કરીએ છીએ તે માહિતીની સલામતી અને સુરક્ષા હેતુસર કાયદેસર આવશ્યક તમામ પ્રત્યક્ષ, ઇલેક્ટ્રોનિક અને વ્યવસ્થાપન સંબંધી પ્રક્રિયાઓને અમલમાં મૂકી છે. અમે એ સુનિશ્ચિત કરીશું કે અમે લાગુ પડતા કાયદા મુજબ તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખીશું. ઉદાહરણ તરીકે, તમે જ્યારે તમારા Mi એકાઉન્ટને ઍક્સેસ કરો, ત્યારે વધુ સારી સુરક્ષા માટે તમે અમારા બે-પગલાંની ચકાસણી પ્રોગ્રામનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. તમે જ્યારે તમારા Xiaomi ડિવાઇસથી અમારા સર્વર પર ડેટા મોકલો છો અથવા ત્યાંથી પ્રાપ્ત કરો છો, ત્યારે અમે તે Secure Sockets Layer (“SSL”) અને અન્ય ઍલ્ગોરિધમનો ઉપયોગ કરીને એન્ક્રિપ્ટ કરાયેલા હોવાની ખાતરી કરીએ છીએ.

તમારી બધી જ વ્યક્તિગત માહિતી સુરક્ષિત સર્વર પર સંગ્રહિત કરવામાં આવે છે અને તેને નિયંત્રિત સુવિધાઓમાં સુરક્ષિત રાખવામાં આવે છે. અમે મહત્ત્વ તથા સંવેદનશીલતાનાં આધારે તમારી માહિતીને વર્ગીકૃત કરીએ છીએ અને એ સુનિશ્ચિત કરીએ છીએ કે તમારી વ્યક્તિગત માહિતી આવશ્યક સ્તરની સલામતી ધરાવે છે. અમારી પાસે ક્લાઉડ-આધારિત ડેટા સંગ્રહણ માટે વિશેષ ઍક્સેસ નિયંત્રણો છે અને અમે કોઈપણ અનધિકૃત ઍક્સેસ તથા ઉપયોગની સામે રક્ષણ માટે નિયમિત રૂપથી અમારા માહિતી સંગ્રહ, સંગ્રહણ તેમ જ પ્રત્યક્ષ રૂપે લીધેલા સુરક્ષાનાં પગલાં સહિતની પ્રક્રિયાકરણની પ્રણાલીઓની સમીક્ષા કરીએ છીએ.

વ્યાવસાયિક ભાગીદારો તથા ત્રાહિત પક્ષીય સેવાના પ્રદાતાઓ તમારી વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરી શકશે એ વાતની ખાતરી કરવા, અમે તેમના પર યોગ્ય ઉદ્યમશીલતાની તપાસ પણ હાથ ધરીએ છીએ. અમે, કરારને લગતા યોગ્ય પ્રતિબંધો અમલમાં લાવી અને જ્યાં જરૂર હોય, ત્યાં ઑડિટ અને આકારણી હાથ ધરીને આ ત્રાહિત પક્ષો દ્વારા યોગ્ય સુરક્ષાના માનક જાળવવામાં આવે છે તેને પણ તપાસીએ છીએ. વધુમાં, અમારા કર્મચારીઓ અને તમારી વ્યક્તિગત માહિતીને ઍક્સેસ કરનારા એવા અમારા વ્યાપારના ભાગીદાર અને ત્રાહિત પક્ષીય સેવાના પ્રદાતાઓ અમલમાં મૂકી શકાય તેવી કરારયુક્ત ગુપ્તતાની જવાબદારીઓને આધીન છે.

અમે વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરવા બદલની અગત્યતા પ્રત્યે અમારા કર્મચારીઓની જાગરૂકતાને વધારવા માટે સુરક્ષા અને ગોપનીયતા રક્ષણના ટ્રેનિંગ કોર્સ તથા પરીક્ષણો હાથ ધરીએ છીએ. અમે તમારી વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરવા માટે તમામ વ્યવહારુ અને કાયદેસર આવશ્યક પગલાં લઈશું. જો કે, તમે એ બાબતથી વાકેફ હોવા જોઈએ કે ઇન્ટરનેટનો ઉપયોગ એ સંપૂર્ણપણે સુરક્ષિત હોતો નથી અને આ જ કારણસર ઇન્ટરનેટનાં માધ્યમથી જ્યારે તમારા દ્વારા ટ્રાન્સ્ફર કરવામાં આવે કે પ્રાપ્ત કરવામાં આવે, ત્યારે કોઈપણ વ્યક્તિગત માહિતીની સુરક્ષા કે પ્રામાણિકતાની અમે ખાતરી આપી શકતા નથી.

અમે વ્યક્તિગત ડેટાના ઉલ્લંઘનોને લાગુ ડેટા રક્ષણ કાયદા દ્વારા આવશ્યક હોય તે મુજબ સંભાળીએ છીએ, જેમાં જ્યારે આવશ્યક હોય ત્યારે સંબંધિત ડેટા રક્ષણ નિરીક્ષણ અધિકારી અને ડેટા સબ્જેક્ટને ઉલ્લંઘન વિશે સૂચિત કરવાનો સમાવેશ થાય છે.

4.2 તમે શું કરી શકો છો

અન્ય વેબસાઇટના પાસવર્ડ લીક થવા પર કે જે Xiaomi ખાતેના તમારા એકાઉન્ટની સુરક્ષાને હાનિ પહોંચાડી શકે, તેવા કિસ્સામાં (સિવાય કે તે વ્યક્તિ તમારા દ્વારા યોગ્ય રીતે અધિકૃત કરાયેલ હોય) કોઈને પણ તમારા લૉગિન પાસવર્ડ અથવા એકાઉન્ટની માહિતી પ્રગટ ન કરીને તમે Xiaomi માટે એક અનન્ય પાસવર્ડ સેટ કરી શકો છો. જ્યારે પણ શક્ય હોય, કૃપા કરીને તમે પ્રાપ્ત કરો છો તે ચકાસણી કોડ (Xiaomi ગ્રાહક સેવા તરફથી હોવાનો દાવા કરનારા લોકો સહિત) કોઈની પણ પાસે પ્રગટ ના કરશો. જ્યારે પણ તમે Xiaomi વેબસાઇટ પર Mi એકાઉન્ટના વપરાશકર્તા તરીકે લૉગ ઇન કરો, ખાસ કરીને કોઈ બીજી વ્યક્તિના કમ્પ્યુટર પરથી અથવા જાહેર ઇન્ટરનેટ ટર્મિનલ પરથી કરતા હોવ, ત્યારે તમારે હંમેશાં તમારા સત્રના અંતે લૉગ આઉટ કરવું જોઈએ.

તમારી વ્યક્તિગત માહિતીને ખાનગી રાખવાની તમારી નિષ્ફળતાના પરિણામે ત્રાહિત પક્ષ દ્વારા તમારી વ્યક્તિગત માહિતીને ઍક્સેસ કરતી વખતે સુરક્ષામાં થયેલી ક્ષતિ માટે Xiaomiને જવાબદાર ગણાવી શકાશે નહીં. પૂર્વોક્ત વિધાનો છતાં પણ, જો તમારા એકાઉન્ટનો અન્ય કોઈપણ ઇન્ટરનેટ વપરાશકર્તા દ્વારા કોઈ અનધિકૃત ઉપયોગ કરવામાં આવ્યો હોય કે સુરક્ષાનું અન્ય કોઈ રીતે ઉલ્લંઘન થયું હોય, તો તમારે તરત જ અમને જાણ કરવાની રહેશે. તમારી સહાયતા અમને તમારી વ્યક્તિગત માહિતીની ગોપનીયતાની સુરક્ષા કરવામાં મદદ કરશે.

4.3 તમારા ડિવાઇસ પર અન્ય સુવિધાઓને ઍક્સેસ કરવી

અમારી ઍપ્લિકેશન તમારા ડિવાઇસ પર અમુક ચોક્કસ સુવિધાઓને ઍક્સેસ કરી શકે છે, જેમ કે સંપર્કોનો ઉપયોગ કરવા ઇમેઇલ ચાલુ કરવું, એસએમએસ સંગ્રહણ અને વાઇ-ફાઇ નેટવર્ક સ્થિતિ વગેરે. આ માહિતીનો ઉપયોગ તમારા ડિવાઇસ પર ઍપ્લિકેશનને ચલાવવા માટે મંજૂરી આપવા અને ઍપ્લિકેશન સાથે તમને ક્રિયાપ્રતિક્રિયા કરવા દેવા માટે થાય છે. તમે ગમે ત્યારે ડિવાઇસ સ્તરે તમારી પરવાનગીઓને બંધ કરીને અથવા privacy@xiaomi.com પર અમારો સંપર્ક કરીને તેને પાછી ખેંચી શકો છો.

4.4 પ્રતિધારણ નીતિ

અમે વ્યક્તિગત માહિતીને, આ ગોપનીયતા નીતિમાં અથવા કોઈ ચોક્કસ ઉત્પાદન કે સેવા માટે પ્રદાન કરાયેલી કોઈ અલગ ગોપનીયતા નીતિમાં માહિતી સંગ્રહ હેતુસર વર્ણવેલ અવધિ સુધી અથવા લાગુ કાયદા દ્વારા આવશ્યક હોય તે મુજબ જાળવી રાખીએ છીએ. વિશિષ્ટ સેવા કે સંબંધિત ઉત્પાદનના પેજ પર વિગતવાર પ્રતિધારણ અવધિઓ નિર્દિષ્ટ કરવામાં આવેલી છે. અમે, એકવાર સંગ્રહ કરવાનો હેતુ પરિપૂર્ણ થાય અથવા અમે મિટાવી દેવાની તમારી વિનંતીની પુષ્ટિ કરીએ ત્યાર બાદ અથવા તો અમે જે-તે અનુરૂપ ઉત્પાદન કે સેવાની કામગીરીનું સમાપન કરી દઈએ, તે પછી જાળવી રાખવાનું બંધ કરી દઈશું અને વ્યક્તિગત માહિતીને કાઢી નાખીશું અથવા અનામી કરી દઈશું. એવી વ્યક્તિગત માહિતી આ માટે અપવાદ છે કે જેના પર અમે જાહેર હિત, વૈજ્ઞાનિક, ઐતિહાસિક સંશોધન અથવા આંકડાકીય હેતુઓ માટે પ્રક્રિયા કરી રહ્યા છીએ. Xiaomi આ પ્રકારની માહિતીને તેની માનક પ્રતિધારણ અવધિ કરતાં વધુ લાંબા સમય માટે જાળવી રાખવાનું ચાલુ રાખશે, જ્યાં લાગુ કાયદાના આધાર પર કે તમારી વિનંતી પર પરવાનગી પ્રાપ્ત હોય, પછી ભલે આગળની ડેટા પ્રક્રિયા એ સંગ્રહ કરવાના મૂળ હેતુથી સંબંધિત ન હોય.

5 તમારા અધિકારો

તમારી વ્યક્તિગત માહિતીનું નિયંત્રણ કરવું

5.1 નિયંત્રિત કરવાના સેટિંગ

Xiaomi સ્વીકારે છે કે દરેક વ્યક્તિની ગોપનીયતા સંબંધિત ચિંતાઓ અલગ-અલગ હોય છે. તેથી અમે, Xiaomi તમારા માટે તમારી વ્યક્તિગત માહિતીનાં એકત્રીકરણ, ઉપયોગ, પ્રગટીકરણ અથવા પ્રક્રિયા કરવાને પ્રતિબંધિત કરવા અને તમારા ગોપનીયતા સેટિંગને નિયંત્રિત કરવા માટે જે રીતો ઉપલબ્ધ કરાવે છે તેના ઉદાહરણ પ્રદાન કરીએ છીએ:

• વપરાશકર્તા અનુભવ પ્રોગ્રામ અને સ્થાન ઍક્સેસ ફંક્શન માટે ચાલુ/બંધને ટૉગલ કરવું;

• Mi એકાઉન્ટમાં લૉગ ઇન અથવા તેમાંથી લૉગ આઉટ કરવું;

• Xiaomi ક્લાઉડ સિંક ફંક્શન માટે ચાલુ/બંધ ટૉગલ કરવું; અને

• Xiaomi ક્લાઉડ પર સંગ્રહિત કરેલી કોઈપણ માહિતીને i.mi.com દ્વારા કાઢી નાખવી;

• સંવેદનશીલ કે વ્યક્તિગત માહિતી સાથે કાર્ય કરતી અન્ય સેવાઓ અને કાર્યક્ષમતાઓ માટે ચાલુ/બંધ ટૉગલ કરવું. તમે તમારા ડિવાઇસની સુરક્ષા સ્થિતિના સંબંધમાં વધુ વિગતો MIUI સુરક્ષા ઍપમાંથી પણ મેળવી શકો છો.

ઉપર જણાવેલા હેતુસર અમે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીએ, તે માટે તમે અગાઉ સંમત થયા હો, તો તમે ગમે ત્યારે અમને લખીને અથવા privacy@xiaomi.com પર ઇમેઇલ કરીને તમારો નિર્ણય બદલી શકો છો.

5.2 તમારી વ્યક્તિગત માહિતી માટેના તમારા અધિકાર

લાગુ કાયદા અને નિયમનોના આધાર પર, તમારી પાસે તમારા વિશે અમે ધરાવીએ છીએ એમાંની કોઈપણ અન્ય વ્યક્તિગત માહિતીને ઍક્સેસ કરવાનો, તેમાં સુધારણા કરવાનો તથા તેને મિટાવી દેવાનો અધિકાર છે (હવે પછીથી વિનંતી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે).

તમે http://account.mi.com ખાતે આવેલા તમારા Mi એકાઉન્ટમાં અથવા તમારા ડિવાઇસ પર તમારા એકાઉન્ટમાં લૉગિન કરીને વ્યક્તિગત માહિતીથી સંબંધિત વિગતોને ઍક્સેસ અને અપડેટ પણ કરી શકો છો. વધારાની માહિતી માટે, કૃપા કરીને અમને લખો અથવા નીચેના ઇમેઇલ એડ્રેસ પર અમારો સંપર્ક કરો. ઇમેઇલ: privacy@xiaomi.com.

આ ગોપનીયતા નીતિ માટે આવશ્યક છે કે તમારી વિનંતી લાગુ કાયદા અને નિયમનોનું અને નીચેની શરતોનું પાલન કરે:

(1) વિનંતીની Xiaomiની વિશિષ્ટ ઍક્સેસ દ્વારા અને તમારી માહિતી સુરક્ષાના રક્ષણ માટે, (સિવાય કે સ્થાનિક કાયદો સ્પષ્ટરૂપથી મૌખિક વિનંતીને માન્યતા આપતો હોય,) તમારી વિનંતી લેખિત હોવી જોઈએ;

(2) Xiaomiને તમારી ઓળખની ચકાસણી કરવામાં સમર્થ બનાવવા અને અરજી કરનાર, વિનંતી કરાયેલ માહિતીથી જોડાયેલા હોવાનું અથવા તે માટે કાયદેસર અધિકૃત વ્યક્તિ હોવાનું સુનિશ્ચિત કરવા પૂરતી માહિતી પ્રદાન કરો.

અમે તમારી વિનંતી પર પ્રક્રિયા કરી શકાશે એ વાતની ખાતરી કરવા એકવાર પૂરતી માહિતી મેળવી લઈએ, તે પછી અમે તમારા લાગુ પડતા ડેટા રક્ષણ કાયદા અંતર્ગત નિર્ધારિત કોઈપણ સમય સીમાની અંદર તમારી વિનંતીનો પ્રતિસાદ આપવા આગળ વધીશું.

વિગતવાર:

• અમે તમારી વ્યક્તિગત માહિતીનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તથા તમારા અધિકાર અંગે સ્પષ્ટ, પારદર્શક અને સરળતાથી સમજી શકાય એવી માહિતી મેળવવાનો તમને અધિકાર છે. આ જ કારણથી અમે તમને આ ગોપનીયતા નીતિમાં માહિતી પ્રદાન કરી રહ્યા છીએ.

• લાગુ કાયદાની આવશ્યકતાઓના આધારે, અમારા દ્વારા એકત્રિત કરાયેલા અને જેની પર પ્રક્રિયા કરાયેલ તે તમારા વ્યક્તિગત ડેટાની એક નકલ તમારી વિનંતીએ તમને નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવશે. સંબંધિત માહિતી બદલની કોઈપણ વધારાની વિનંતીઓ માટે, અમે લાગુ પડતા કાયદા મુજબ વાસ્તવિક વહીવટી ખર્ચના આધાર પર વાજબી ફી લઈ શકીએ છીએ.

• તમારા અંગેની અમે ધરાવીએ છીએ એમાંથી કોઈપણ માહિતી જો ખોટી અથવા અપૂર્ણ હોય, તો તમે ઉપયોગના હેતુના આધાર પર તમારી વ્યક્તિગત માહિતીમાં સુધારો કરાવવા કે તેને પૂર્ણ કરાવવા માટે હકદાર છો.

• લાગુ કાયદાની આવશ્યકતાઓના આધારે, જ્યાં અમારા દ્વારા તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરતા રહેવાનું કોઈ અનિવાર્ય કારણ ન હોય, એવા કિસ્સામાં તેને કાઢી નાખવા કે દૂર કરવાની વિનંતી કરવાનો તમને અધિકાર છે. અમે મિટાવી દેવાની તમારી વિનંતીથી સંબંધિત આધાર-સામગ્રીને ધ્યાનમાં લઈશું અને તકનીકી પગલાં સહિત વાજબી પગલાં લઈશું. જો અધિકારને સમર્થન આપવામાં આવ્યું હોય, તો અમે લાગુ કાનૂની અને સુરક્ષા તકનીકોના કારણે કદાચ બૅકઅપ સિસ્ટમ પરથી માહિતીને તરત જ દૂર કરી શકીશું નહીં. જો આવો કિસ્સો હોય, તો અમે જ્યાં સુધી બૅકઅપ સાફ કરવામાં કે અનામી બનાવવામાં આવી શકે, ત્યાં સુધી તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત પણે સંગ્રહિત કરીશું અને તેને આગળ થનારી કોઈપણ પ્રક્રિયાથી અલગ રાખીશું.

• તમારી પાસે (જ્યાં પ્રોફાઇલિંગનો ઉપયોગ કરવામાં આવે છે, તેની સાથોસાથ) પ્રત્યક્ષ માર્કેટિંગ માટેના પ્રક્રિયાકરણ સહિત અમુક ચોક્કસ પ્રકારના પ્રક્રિયાકરણ સામે અને એવા અમુક ચોક્કસ સંજોગો હેઠળ જ્યાં (પ્રોફાલિંગ સહિત) પ્રક્રિયાકરણ માટેનો કાનૂની આધાર અમારા કાયદેસરના હિતમાં છે, ત્યાં વાંધો ઉઠાવવાનો અધિકાર છે.

ખાસ કરીને કેટલાંક અધિકારક્ષેત્રોના કાયદા હેઠળ:

• તમારી પાસે તમારી વ્યક્તિગત માહિતીના પ્રક્રિયાકરણ પર અમારી પાસેથી પ્રતિબંધ મેળવવાનો અધિકાર છે. અમે પ્રતિબંધની તમારી વિનંતીને લગતી આધાર-સામગ્રીને ધ્યાનમાં લઈશું. જો આધાર-સામગ્રી GDPR માટે લાગુ થતી હોય, તો અમે ફક્ત GDPRમાં લાગુ પડતા સંજોગો હેઠળ જ તમારી વ્યક્તિગત માહિતી પર પ્રક્રિયા કરીશું અને પ્રક્રિયાકરણ અંગેનો પ્રતિબંધ ઉઠાવવામાં આવે તે પહેલાં તમને તેની જાણ કરીશું.

• તમારી પાસે માત્ર અને માત્ર પ્રોફાલિંગ સહિત સ્વચલિત પ્રક્રિયાકરણના આધાર પર જ નિર્ણય લેવાને આધીન ન રહેવાનો અધિકાર છે, જે તમને સંબંધિત કાનૂની અસરો ઉત્પન્ન કરે છે અથવા સમાન પ્રકારે નોંધપાત્ર રીતે તમને અસર કરે છે.

• તમારી પાસે એક માળખાગત, સામાન્ય પણે ઉપયોગમાં લેવાતા ફૉર્મેટમાં તમારી વ્યક્તિગત માહિતી માટે અરજી કરવાનો અને અન્ય ડેટા નિયંત્રકને માહિતી મોકલવાનો અધિકાર છે.

અમારી પાસે એવી વિનંતીઓ કે જે અર્થપૂર્ણ/ગૂંચવણભરી નથી, વિનંતીઓ કે જે અન્ય લોકોના ગોપનીયતાના અધિકારને નુકસાન પહોંચાડતી હોય, અત્યંત અવાસ્તવિક વિનંતીઓ, વિનંતીઓ કે જેમાં અપ્રમાણસર તકનીકી કાર્યની જરૂર હોય અને વિનંતીઓ કે જેની સ્થાનિક કાયદા હેઠળ જેની આવશ્યકતા ન હોય, જાહેરમાં પ્રગટ કરાયેલી માહિતી, ખાનગી રાખવાની શરતો હેઠળ અપાયેલી માહિતી, આના પર પ્રક્રિયા કરવા માટે ના પાડવાનો અધિકાર છે. જો અમને લાગતું હોય કે માહિતીને કાઢી નાખવાની કે ઍક્સેસ કરવાની વિનંતીના અમુક પાસાં, ઉપર જણાવેલા ઠગાઈ વિરોધી તથા સુરક્ષાના હેતુઓ માટે માહિતીનો કાયદેસર ઉપયોગ કરવાની અમારી અસમર્થતામાં પરિણમી શકે છે, તો તેને નકારવામાં પણ આવી શકે છે.

5.3 સંમતિ પાછી ખેંચવી

તમે એક વિનંતી સબમિટ કરીને કોઈ ખાસ હેતુ માટે અમને અગાઉ પ્રદાન કરવામાં આવેલી તમારી સંમતિને પાછી ખેંચી શકો છો, તેમાં અમારા કબજા કે નિયંત્રણમાં રહેલી તમારી વ્યક્તિગત માહિતીને એકત્રિત કરવાનો, ઉપયોગમાં લેવાનો અને/અથવા પ્રગટ કરવાનો સમાવેશ થાય છે. તમે ઉપયોગમાં લઈ રહ્યા છો તે વિશિષ્ટ સેવાના આધારે, તમે https://account.xiaomi.com/pass/del ખાતે આવેલા Mi એકાઉન્ટ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લઈ શકો છો અથવા privacy@xiaomi.com પર ઇમેઇલ મોકલી શકો છો. અમે વિનંતી કરવામાં આવી ત્યારથી વાજબી સમયની અંતર્ગત તમારી વિનંતી પર પ્રક્રિયા કરીશું અને તે પછી, તમારી વિનંતી મુજબ તમારી વ્યક્તિગત માહિતીને એકત્રિત કરીશું નહીં, તેને ઉપયોગમાં લઈશું નહીં અને/અથવા તેને પ્રગટ કરીશું નહીં.

તમારી સંમતિ પાછી ખેંચવાના અવકાશના આધારે, કૃપા કરીને નોંધ કરો કે તમે Xiaomiના ઉત્પાદન અને સેવાઓના સંપૂર્ણ લાભને પ્રાપ્ત કરતા રહેવાનું ચાલુ રાખી શકશો નહીં. તમારી સંમતિ કે અધિકૃતતાને પાછી ખેંચવાથી એ પાછા ખેંચવામાં આવી તે બિંદુ સુધી સંમતિના આધારે હાથ ધરવામાં આવેલી અમારી પ્રક્રિયાની માન્યતાને પ્રભાવિત કરશે નહીં.

5.4 કોઈ સેવા અથવા એકાઉન્ટને રદ કરવું

જો તમે કોઈ વિશિષ્ટ ઉત્પાદન કે સેવાને રદ કરવા માંગો છો, તો તમે લૉગ આઉટ સેવા માટે privacy@xiaomi.com પર ઇમેઇલ મોકલી શકો છો.

જો તમે Mi એકાઉન્ટને રદ કરવા માંગો છો, તો કૃપા કરીને નોંધ લેશો કે રદ કરવાનું તમને Xiaomiના ઉત્પાદન અને સેવાઓની સંપૂર્ણ શ્રેણીનો ઉપયોગ કરવાથી અટકાવશે. કેટલાક સંજોગોમાં રદ કરવાનું અટકાવી અથવા વિલંબિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો તમારા એકાઉન્ટ માટે હજી પણ Mi મ્યૂઝિકની વણચૂકવેલી સદસ્યતા સેવા, થીમ સ્ટોરમાં નાણા ચૂકવેલી થીમ અથવા તમારા Mi ફાઇનાન્સમાં વણચૂકવેલી લોન વગેરે જેવા બાકી નાણા હાજર હોય, તો અમે તરત જ તમારી વિનંતીને સમર્થન આપી શકીશું નહીં.

તમે જ્યારે ત્રાહિત પક્ષીય એકાઉન્ટ દ્વારા Xiaomiમાં લૉગ ઇન કરો છો, ત્યારે તમારે ત્રાહિત પક્ષ પરથી એકાઉન્ટ રદ કરાવવા માટે અરજી કરવાની જરૂર હોય છે.

6 કેવી રીતે તમારી વ્યક્તિગત માહિતીને વૈશ્વિક સ્તરે ટ્રાન્સ્ફર કરવામાં આવે છે

Xiaomi, વૈશ્વિક સ્તરે સંચાલન અને નિયંત્રણની સંરચના દ્વારા વ્યક્તિગત માહિતીની પ્રક્રિયા કરે છે અને તેનું બૅકઅપ લે છે. હાલમાં, Xiaomiના ડેટા કેન્દ્ર ચીન, ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, રશિયા અને સિંગાપુરમાં છે. ગોપનીયતા નીતિમાં વર્ણવેલા હેતુઓ માટે, તમારી માહિતીને લાગુ પડતા કાયદા અનુસાર આ ડેટા કેન્દ્રો પર ટ્રાન્સ્ફર કરવામાં આવી શકે છે.

અમે ત્રાહિત પક્ષીય સેવાના પ્રદાતાઓ અને વ્યાપારના ભાગીદારોને પણ તમારી વ્યક્તિગત માહિતી ટ્રાન્સ્ફર કરી શકીએ છીએ અને તેથી, તમારો ડેટા અન્ય દેશ કે પ્રદેશોમાં પણ મોકલવામાં આવી શકે છે. આ વૈશ્વિક સુવિધાઓ જે અધિકારક્ષેત્રમાં આવેલી છે, તે વ્યક્તિગત માહિતીનું તમારા અધિકારક્ષેત્રમાં જે ધોરણે રક્ષણ કરવામાં આવે છે એ સમાન ધોરણે રક્ષણ કરી શકે છે અથવા ન પણ કરી શકે. આ, વિવિધ ડેટા રક્ષણ કાયદા હેઠળનાં અલગ-અલગ જોખમો છે અને તે એ કે અમે તમારી વ્યક્તિગત માહિતીને વિદેશી સુવિધાઓમાં ટ્રાન્સ્ફર અને સંગ્રહિત કરી શકીએ છીએ. જો કે, આનાથી આ ગોપનીયતા નીતિનું પાલન કરવાની અને તમારી વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરવાની અમારી પ્રતિબદ્ધતામાં બદલાવ આવતો નથી.

ખાસ કરીને,

• અમે મેઇનલેન્ડ ચાઇનાના પ્રદેશની અંદર કામગીરીઓમાં જે વ્યક્તિગત માહિતી એકત્રિત અને જનરેટ કરીએ છીએ તે મેઇનલેન્ડ ચાઇનામાં આવેલા ડેટા કેન્દ્રોમાં સંગ્રહિત થાય છે, સિવાય કે તેને લાગુ કાયદા દ્વારા પ્રાપ્ત પરવાનગી અનુસાર સરહદની પેલે પાર મોકલવાની હોય.

• અમે રશિયામાં આવેલી અમારી કામગીરીઓમાં જે વ્યક્તિગત માહિતી એકત્રિત અને જનરેટ કરીએ છીએ તે રશિયામાં આવેલા ડેટા કેન્દ્રોમાં સંગ્રહિત થાય છે અને ત્યાં તેના પર પ્રક્રિયા થાય છે, સિવાય કે રશિયન કાયદા હેઠળ પરવાનગી પ્રાપ્ત સરહદની પેલે પાર મોકલવાની પ્રક્રિયામાં.

• અમે ભારતમાં કામગીરીઓમાં જે વ્યક્તિગત માહિતી એકત્રિત અને જનરેટ કરીએ છીએ તે ભારતમાં આવેલા ડેટા કેન્દ્રોમાં સંગ્રહિત થાય છે.

જો અમારે વ્યક્તિગત માહિતીને તમારા અધિકારક્ષેત્રની બહાર ટ્રાન્સ્ફર કરવાની જરૂર પડે, ભલે તે અમારી સંલગ્ન કંપનીઓ માટે હોય કે ત્રાહિત પક્ષીય સેવાના પ્રદાતાઓ માટે, તો અમે સંબંધિત લાગુ પડતા કાયદાનું પાલન કરીશું. એકસમાન સુરક્ષાનાં પગલાં અમલમાં મૂકીને અમે સુનિશ્ચિત કરીએ છીએ કે આ પ્રકારના તમામ ટ્રાન્સ્ફર લાગુ પડતા સ્થાનિક ડેટા રક્ષણ કાયદાની આવશ્યકતાઓને પૂરી કરે છે. તમે privacy@xiaomi.com પર અમારો સંપર્ક કરીને અમારા દ્વારા અમલમાં મૂકાયેલા સુરક્ષાનાં પગલાં વિશે જાણી શકો છો.

જો તમે યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA)ના વિસ્તારમાં અમારા ઉત્પાદન અને સેવાઓનો ઉપયોગ કરતા હો, તો Xiaomi Technology Netherlands B.V. ડેટા નિયંત્રક તરીકે કાર્ય કરશે અને ડેટા પ્રક્રિયાકરણ માટે Xiaomi Singapore Pte Ltd જવાબદાર રહેશે. સંપર્કની વિગતો "અમારો સંપર્ક કરો" વિભાગમાંથી પ્રાપ્ત થઈ શકે છે.

જો Xiaomi, EEAમાં તમારા દ્વારા ઉદ્દભવતા વ્યક્તિગત ડેટાને EEAની બહાર આવેલ Xiaomi સમૂહની સંસ્થા કે કોઈ ત્રાહિત પક્ષીય સેવાના પ્રદાતા સાથે શેર કરે છે, તો અમે તેમ EU માનક કરારને લગતી કલમોના આધારે અથવા GDPRમાં પ્રદાન કરાયેલ બીજા કોઈપણ સુરક્ષાનાં પગલાંના આધારે કરીશું.

7 સગીરોનું રક્ષણ

અમે માનીએ છીએ કે બાળક દ્વારા અમારા ઉત્પાદન કે સેવાઓના ઉપયોગ પર દેખરેખ રાખવાની જવાબદારી માતાપિતા અથવા વાલીની છે. જો કે, અમે સીધી જ બાળકને સેવા ઑફર કરતા નથી અથવા માર્કેટિંગ હેતુસર બાળકોના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરતા નથી.

જો તમે માતાપિતા અથવા વાલી હો અને તમે માનતા હો કે સગીરે Xiaomiને વ્યક્તિગત માહિતી પ્રદાન કરેલી છે, તો તે વ્યક્તિગત માહિતી તરત જ દૂર કરવામાં આવી અને સગીરને Xiaomiની લાગુ પડતી કોઈપણ સેવાઓમાંથી અનસબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો એ સુનિશ્ચિત કરવા માટે, કૃપા કરીને અમારો privacy@xiaomi.com પર સંપર્ક કરો.

8 શું મારે કોઈપણ ત્રાહિત પક્ષીય નિયમો અને શરતોથી સંમત થવું પડશે?

અમારી ગોપનીયતાની નીતિ કોઈ ત્રાહિત પક્ષ દ્વારા ઑફર કરાતા ઉત્પાદન કે સેવાઓ માટે લાગુ પડતી નથી. તમે ઉપયોગમાં લો છો એ Xiaomi ઉત્પાદન કે સેવાના આધારે, તે વૉઇસ સપોર્ટ, કૅમેરા પ્રોસેસિંગ, વીડિયો પ્લેબૅક, સિસ્ટમ ક્લિનીંગ અને સુરક્ષાથી સંબંધિત સેવાઓ, ગેમિંગ, આંકડા, સોશિયલ મીડિયા ક્રિયાપ્રતિક્રિયા, પેમેન્ટ પ્રોસેસિંગ, નકશા નેવિગેશન, શેરિંગ, પુશ, માહિતી ફિલ્ટર કરવી, ઇનપુટ વિધિઓ વગેરેને સમાવનાર ત્રાહિત પક્ષોના ઉત્પાદન, સેવાઓનો સમાવેશ કરી શકે છે. આમાંથી અમુક ત્રાહિત પક્ષોની વેબસાઇટની લિંકના સ્વરૂપમાં પ્રદાન કરવામાં આવશે અને અમુકને SDK, API વગેરેના સ્વરૂપમાં ઍક્સેસ કરી શકાશે. તમે આ ઉત્પાદન કે સેવાઓનો ઉપયોગ કરો ત્યારે તમારી માહિતી પણ એકત્રિત કરવામાં આવી શકે છે. આ કારણસર, અમે ભારપૂર્વક સૂચવીએ છીએ કે તમે જેમ અમારી ગોપનીયતા નીતિને વાંચી તેમ તમે ત્રાહિત પક્ષની ગોપનીયતા નીતિને વાંચવા માટે પણ સમય કાઢો. ત્રાહિત પક્ષો તમારી પાસેથી તેમણે એકત્રિત કરેલી વ્યક્તિગત માહિતીનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના માટે અમે જવાબદાર નથી અને તેને નિયંત્રિત કરી શકીશું નહીં. અમારી ગોપનીયતા નીતિ અમારી સેવાઓ પરથી લિંક થયેલી અન્ય સાઇટ પર લાગુ પડતી નથી.

તમે જ્યારે ઉપર સૂચિબદ્ધ કરેલા વિશિષ્ટ ઉત્પાદનોનો ઉપયોગ કરો, ત્યારે ત્રાહિત પક્ષની શરતો અને ગોપનીયતા નીતિઓ ક્યારે લાગુ થઈ શકે છે તેના ઉદાહરણો નીચે આપ્યા છે:

• તમે જ્યારે તમારા ઑર્ડરને અંતિમ સ્વરૂપ આપવા અને તેના માટે ચુકવણી કરવા ત્રાહિત પક્ષીય ચેક-આઉટની સેવાના પ્રદાતાનો ઉપયોગ કરો, ત્યારે ચેક આઉટ દરમિયાન તમે પ્રદાન કરો તે વ્યક્તિગત માહિતી ત્રાહિત પક્ષની ગોપનીયતા નીતિને આધારે સંભાળવામાં આવે છે.

• તમે જ્યારે MIUI સુરક્ષા ઍપમાં આવેલી સુરક્ષા સ્કૅનની સુવિધાનો ઉપયોગ કરો, ત્યારે તમારી સેવાની પસંદગીના આધારે નીચેનામાંથી કોઈ એક બાબત લાગુ થશે:

• Avastની ગોપનીયતા અને માહિતી સુરક્ષા નીતિ: https://www.avast.com/privacy-policy

• મોબાઇલ માટે AVL SDK માટેનો લાઇસન્સ કરાર: http://co.avlsec.com/License.en.html?l=en

• Tencentની ગોપનીયતા નીતિ: https://privacy.qq.com

• તમે જ્યારે MIUI સુરક્ષા ઍપમાં આવેલી ક્લીનરની સુવિધાનો ઉપયોગ કરો, ત્યારે તમારી સેવાની પસંદગીના આધારે નીચેનામાંથી કોઈ એક બાબત લાગુ થશે:

• Cheetah Mobileની ગોપનીયતા નીતિ: https://www.cmcm.com/policies/privacy-policy

• Tencentની ગોપનીયતા નીતિ: https://privacy.qq.com

• તમે જ્યારે MIUIમાં અનેક વિશિષ્ટ ઍપ્લિકેશનમાં જાહેરાતની સેવાઓનો ઉપયોગ કરો, ત્યારે તમારી સેવાની પસંદગીના આધારે નીચેનામાંથી કોઈ એક બાબત લાગુ થશે:

• Googleની ગોપનીયતા નીતિ: https://policies.google.com/privacy

• Facebookની ગોપનીયતા નીતિ: https://www.facebook.com/about/privacy/update?ref=old_policy

• તમે જ્યારે Google ઇનપુટ પદ્ધતિનો ઉપયોગ કરો, ત્યારે Googleની આ ગોપનીયતા નીતિ લાગુ થાય છે: https://policies.google.com/privacy

9 અમે આ ગોપનીયતા નીતિને કેવી રીતે અપડેટ કરીએ છીએ

અમે વ્યવસાય અને તકનીકમાં થયેલા ફેરફારના આધારે નિયત સમયાંતરે ગોપનીયતા નીતિની સમીક્ષા કરીએ છીએ અને અમે આ ગોપનીયતા નીતિને અપડેટ કરી શકીએ છીએ. જો અમે આ ગોપનીયતા નીતિમાં અગત્યનો ફેરફાર કરીએ છીએ, તો અમે તમને તમારી નોંધાયેલ સંપર્ક માહિતી જેમ કે ઇમેઇલનાં માધ્યમથી તે અંગે સૂચિત કરીશું (તમારા એકાઉન્ટમાં નિર્દિષ્ટ કરાયેલ ઇમેઇલ એડ્રેસ પર મોકલેલ) અથવા Xiaomiની વેબસાઇટ પર પ્રકાશિત કરીશું અથવા તો મોબાઇલ ડિવાઇસનાં માધ્યમથી તમને સૂચિત કરીશું, જેથી તમે અમે એકત્રિત કરીએ છીએ તે માહિતી વિશે અને તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે અંગે જાણી શકો. ગોપનીયતા નીતિ માટેના આવા ફેરફાર સૂચના કે વેબસાઇટ પર નિર્દિષ્ટ કરાયેલી નિશ્ચિત કરેલી તારીખથી લાગુ થશે. અમે તમને અમારી ગોપનીયતા પ્રણાલીઓ વિશેની નવીનતમ માહિતી માટે આ પેજને નિયમિત રૂપથી તપાસવા માટે આગ્રહ કરીએ છીએ. વેબસાઇટ, મોબાઇલ અને/અથવા અન્ય કોઈપણ ડિવાઇસ પર ઉત્પાદન અને સેવાઓના તમારા સતત ઉપયોગને અપડેટ કરાયેલી ગોપનીયતા નીતિની સ્વીકૃતિરૂપે માની લેવામાં આવશે. અમે જ્યારે તમારી પાસેથી વધારાની વ્યક્તિગત માહિતી એકત્રિત કરીશું અથવા અમે જ્યારે નવા હેતુઓ માટે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીશું કે તેને પ્રગટ કરીશું, ત્યારે અમે તમારી પાસેથી સ્પષ્ટ સંમતિની માંગ કરીશું.

10 અન્ય

10.1 એક જ સાઇન-ઑન

તમારા અધિકારક્ષેત્રના આધારે, તમે OAuth સેવાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલા વિવિધ લૉગિનનો ઉપયોગ કરીને અમારી વેબસાઇટ પર લૉગ ઇન કરી શકશો. આ સેવાઓ તમારી ઓળખને પ્રમાણિત કરશે, તમને અમુક વ્યક્તિગત માહિતી (જેમ કે તમારું નામ અને ઇમેઇલ એડ્રેસ) અમારી સાથે શેર કરવા કરવાનો અને અમારા સાઇન-અપ ફૉર્મને પહેલેથી આપમેળે ભરવાનો વિકલ્પ પ્રદાન કરશે. OAuth સેવાઓ તમને તમારા નેટવર્કમાં અન્ય લોકો સાથે શેર કરવા માટે આ વેબસાઇટ પરની તમારી વ્યક્તિગત પ્રવૃત્તિઓ અંગે તમારા પ્રોફાઇલ પેજ પર માહિતી પોસ્ટ કરવી કે નહીં તે પસંદ કરવાની મંજૂરી આપે છે.

11 અમારો સંપર્ક કરો

જો તમને આ ગોપનીયતા નીતિ અંગે કોઈપણ ટિપ્પણીઓ કરવી હોય કે પ્રશ્ન હોય અથવા Xiaomiના સંગ્રહ, ઉપયોગ કે તમારી વ્યક્તિગત માહિતીને પ્રગટ કરવાના સંબંધમાં કોઈ પ્રશ્ન હોય, તો કૃપા કરીને “ગોપનીયતા નીતિ”નો સંદર્ભ આપીને નીચેના સરનામે અમારો સંપર્ક કરો. અમે જ્યારે ગોપનીયતા કે વ્યક્તિગત માહિતી માટે ઍક્સેસ/ડાઉનલોડની વિનંતીઓ અંગેના પ્રશ્ન પ્રાપ્ત કરીએ છીએ, અમારી પાસે તમારી સમસ્યાઓને ઉકેલવા માટે વ્યાવસાયિકોની ટીમ છે. જો તમારા પ્રશ્નમાં જ કોઈ નોંધપાત્ર સમસ્યા સામેલ હોય, તો અમે તમારી પાસેથી વધુ માહિતીની માંગ કરી શકીએ છીએ. જો તમે પ્રાપ્ત કરેલા પ્રતિસાદથી તમે સંતુષ્ટ નથી, તો તમે તમારા અધિકારક્ષેત્રમાં આવેલા સંબંધિત નિયમનકારી અધિકારીને ફરિયાદ સોંપી શકો છો. જો તમે અમારી સાથે સલાહસૂચન કરશો, તો અમે સંબંધિત ફરિયાદ ચેનલ અંગે માહિતી પ્રદાન કરીશું કે જે તમારી વાસ્તવિક પરિસ્થિતિના આધારે લાગુ હોઈ શકે છે.

Xiaomi Communications Co., Ltd. #019, 9th Floor, Building 6, 33 Xi'erqi Middle Road, Haidian District, Beijing, China 100085

Xiaomi Singapore Pte. Ltd. 20 Cross Street, China Court #02-12 Singapore 048422 ઇમેઇલ: privacy@xiaomi.com

Xiaomi Technology India Private Limited Building Orchid, Block E, Embassy Tech Village, Outer Ring Road, Devarabisanahalli, Bengaluru, Karnataka - 560103, India

યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA)માં આવેલા વપરાશકર્તાઓ માટે: Xiaomi Technology Netherlands B.V. Room 04-106, Wework Strawinskylaan 4117 4th Floor, Atrium North Tower Amsterdam, 1017XD

અમારી ગોપનીયતા નીતિને વાંચવા માટે સમય કાઢવા બદલ આપનો આભાર!